બિહારમાં નવા ‘કેપ્ટન’ હશે સમ્રાટ ચૌધરી: નીતીશ કુમાર આવતીકાલે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે

બિહારમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કા પર છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે, નીતીશ કુમાર વિધાન પરિષદમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને હવે તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.આ દરમિયાન બિહારના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે, રાજ્યના નવા ‘કેપ્ટન’ તરીકે સમ્રાટ ચૌધરીની પસંદગી નિશ્ચિત મનાઈ રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્તમાન ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી હવે બિહારના નવા મુખ્યમંત્રી બનશે.

રાજ્યસભામાં જવાની ઈચ્છાથી સર્જાયો હતો વિવાદ

ગયા મહિને મુખ્યમંત્રી નીતીશ કુમારે અચાનક રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરીને બિહારના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. નીતીશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે.જોકે આ નિર્ણયને કારણે તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેડીયુ (JDU) સહિત વિપક્ષી દળોએ આ પગલાને ભાજપના દબાણ હેઠળ લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો.

નિશાંત કુમારના નામ પર અટકળોનો અંત

નીતીશ કુમારના ગયા પછી તેમના પુત્ર નિશાંત કુમાર ડેપ્યુટી સીએમ બનશે તેવી અટકળો તેજ થઈ હતી.જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર નિશાંત કુમાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે નહીં, જેના કારણે સત્તાના સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

શપથ ગ્રહણ અને નવી સરકાર

બિહારમાં નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.પરંતુ મળતી વિગતો મુજબ, નીતીશ કુમાર 10 એપ્રિલના રોજ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે અને ત્યારબાદ જ નવા મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.માનવામાં આવે છે કે, આ વખતે મુખ્યમંત્રીનું પદ ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે જ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE