50 લાખની ઓફર અને ‘એક રાત’ની શરત! વડાપાઉં ગર્લ ચંદ્રિકા દીક્ષિતનો ઈન્ડસ્ટ્રી વિશે ચોંકાવનારો ખુલાસો

‘બિગ બોસ OTT 3’ ફેમ અને સોશિયલ મીડિયા સેન્સેશન ‘વડાપાઉં ગર્લ’ એટલે કે ચંદ્રિકા દીક્ષિત ફરી એકવાર ચર્ચામાં આવી છે. અવારનવાર વિવાદોમાં રહેતી ચંદ્રિકાએ તાજેતરમાં એક એવો ધડાકો કર્યો છે. જેણે ગ્લેમર જગતનો કાળો ચહેરો ખુલ્લો પાડ્યો છે.

બિઝનેસમેને આપી 50 લાખની લાલચ

સિદ્ધાર્થ કન્નન સાથેના પોડકાસ્ટમાં ચંદ્રિકાએ ખુલાસો કર્યો કે એક અમીર બિઝનેસમેને તેને અધધ 50 લાખ રૂપિયાની ઓફર આપી હતી. ચંદ્રિકાએ જણાવ્યું કે, “મને ઈ-મેલ દ્વારા આ ઓફર મળી હતી. તેમાં લખ્યું હતું કે- ચંદ્રિકા, હું તને 50 લાખ આપી રહ્યો છું.જગ્યા મારી રહેશે પણ શરતો તારી હશે. તું મને જણાવ કે આગળ શું કરવાનું છે?” ચંદ્રિકાએ વધુમાં કહ્યું કે તે આ ઈ-મેલનો સ્ક્રીનશોટ પણ આપી શકે છે.

‘કોમ્પ્રોમાઈઝ કરશો તો જ આગળ વધશો’

માત્ર બિઝનેસમેન જ નહીં, પણ બોલિવૂડના કેટલાક ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ પર પણ ચંદ્રિકાએ નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ તેને સલાહ આપી હતી કે, જો કરિયરમાં સફળતા મેળવવી હોય તો કોમ્પ્રોમાઈઝ (સમજોતો) કરવો જ પડશે.ચંદ્રિકાએ આ બાબતે રોષ ઠાલવતા ઇન્ડસ્ટ્રીની ગંદી સાઈડ વિશે વાત કરી હતી.

પતિ પર ગંભીર આરોપ અને મિસ્ટ્રી મેન સાથે સંબંધો

વડાપાઉં ગર્લની પર્સનલ લાઈફ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ચંદ્રિકાએ તેના પતિ યુગમ પર એક્સ્ટ્રા મેરિટલ અફેર (પરસ્ત્રી સાથે સંબંધ) હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. બીજી તરફ, તે પોતે ‘મિસ્ટ્રી મેન’ સૈફી સાથે સતત વીડિયો શેર કરી રહી છે.

હાલમાં જ ચંદ્રિકા અને સૈફીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓએ કહ્યું હતું કે, “જો સાકિબ અને કનિકા લગ્ન કરી શકે, તો અમે કેમ નહીં?” સૈફીએ તો ત્યાં સુધી કહી દીધું કે તેઓ એકબીજા વગર રહી શકતા નથી. જોકે, બંને હજુ પણ એકબીજાને માત્ર ‘સારા મિત્રો’ જ ગણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE