ખેડૂતોની ચિંતા વધી: અલ-નીનોના કારણે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો પડશે.

ભારતમાં ખેતી અને અર્થતંત્રનો આધાર જેની પર છે તેવા ચોમાસાને લઈને ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ વેધર દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ અહેવાલ મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની શક્યતા છે, જે ખેડૂતો અને વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે.

વરસાદના આંકડા શું કહે છે?

સ્કાયમેટના મતે, જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિના દરમિયાન દેશમાં લાંબા ગાળાની સરેરાશ (LPA) ના 94% જેટલો જ વરસાદ થવાની સંભાવના છે.

  • સામાન્ય રીતે 6 મિમી વરસાદને ‘સામાન્ય ચોમાસું’ ગણવામાં આવે છે.

  • પરંતુ આ વર્ષે તે ઘટીને અંદાજે 817 મિમી સુધી રહી શકે છે.

‘અલ નીનો’નું ગ્રહણ: કેમ વરસાદ ઘટશે?

આ વર્ષે ચોમાસા પર સૌથી મોટી અસર પ્રશાંત મહાસાગરમાં સર્જાઈ રહેલી અલ નીનો‘ (El Nino) ની સ્થિતિની જોવા મળશે.

અલ નીનો એટલે શું? જ્યારે પ્રશાંત મહાસાગરમાં પાણીની સપાટી ગરમ થાય છે.ત્યારે પવનોની દિશા બદલાય છે. આ ભૌગોલિક ફેરફારને કારણે ભારતમાં વરસાદ ખેંચાય છે અથવા ઓછો પડે છે.

સ્કાયમેટના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ચોમાસું ઠીક રહેશે.પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આવતા સુધીમાં અલ નીનો મજબૂત થતા વરસાદનું જોર નોંધપાત્ર રીતે ઘટશે.

મહિનાવાર વરસાદની સ્થિતિ

મહિનો

વરસાદનું અનુમાન (LPA %)

સ્થિતિ

જૂન

101%

શરૂઆત સારી અને આશાસ્પદ રહેશે.

જુલાઈ

95%

વરસાદ સામાન્ય કે તેનાથી ઓછો રહેવાની 40% શક્યતા.

ઓગસ્ટ

92%

અલ નીનોની અસર શરૂ થશે, વરસાદમાં ઘટાડો જોવા મળશે.

સપ્ટેમ્બર

89%

ચોમાસાની વિદાય વખતે વરસાદ સૌથી ઓછો રહેવાની સંભાવના.

ગુજરાત અને પશ્ચિમ ભારત પર અસર

ગુજરાત માટે આ સમાચાર થોડા ચિંતાજનક છે. સ્કાયમેટ મુજબ:

  • ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં ચોમાસું નબળું રહેવાની પૂરી શક્યતા છે.

  • ગુજરાતમાં વરસાદની અનિશ્ચિતતાને કારણે ખરીફ પાક (ચોમાસુ પાક) અને ત્યારબાદ આવતા રવી પાક (શિયાળુ પાક) ના ઉત્પાદન પર અસર પડી શકે છે.

  • જોકે, ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં સરેરાશથી વધુ વરસાદની આશા છે.

નિષ્ણાતોનું તારણ

સ્કાયમેટ અનુસાર, આ વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા 30% છે. જ્યારે સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની શક્યતા 40% છે. માત્ર 10% જ એવી શક્યતા છે કે વરસાદ સામાન્ય કરતા વધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE