ગુજરાતના શિક્ષણ વિભાગ હેઠળ ફરજ બજાવતા હજારો પ્રાથમિક શિક્ષકો માટે એપ્રિલ મહિનો આર્થિક રીતે ભારે કસોટીજનક સાબિત થઈ રહ્યો છે. મહિનાની શરૂઆતમાં જ જે પગાર ખાતામાં જમા થઈ જવો જોઈએ. તે હજુ સુધી ન થતાં શિક્ષક આલમમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે..ગ્રાન્ટના અભાવે અટકેલા આ પગારને કારણે અનેક પરિવારોની આર્થિક સ્થિતિ હાલ અત્યંત કફોડી બની છે.
ખાલી પાકીટ અને અધૂરા સપના: શિક્ષકો પર EMI અને પેનલ્ટીનો બોજ
રાજ્યના અનેક જિલ્લાઓમાં વહીવટી પ્રક્રિયામાં રહેલા વિલંબ અથવા ગ્રાન્ટની ફાળવણી ન થવાને કારણે શિક્ષકોના ખાતામાં હજુ સુધી ‘શૂન્ય પેમેન્ટ’ જોવા મળી રહ્યું છે.આ ગંભીર મુદ્દે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્ય સરકારને અત્યંત ઉગ્ર લેખિત રજૂઆત કરવામાં આવી છે. સંઘે લાલ આંખ કરતા જણાવ્યું છે કે:
-
EMIનું સંકટ: બેંકના હપ્તા સમયસર ન ભરાતા શિક્ષકોએ વધારાની પેનલ્ટી ચૂકવવી પડી રહી છે અને તેમનો ક્રેડિટ સ્કોર પણ બગડી રહ્યો છે.
-
ઘરખર્ચમાં કાપ: કરિયાણું, દૂધ અને શાકભાજી જેવા પાયાના ખર્ચાઓ માટે પણ શિક્ષકોએ અન્ય પર નિર્ભર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
-
સામાજિક જવાબદારી: બાળકોની સ્કૂલ ફી અને અન્ય અનિવાર્ય સામાજિક જવાબદારીઓ નિભાવવી હવે અશક્ય બની રહી છે.
શૈક્ષિક સંઘની સરકાર સમક્ષ ‘ડાયરેક્ટ’ માંગણી
પગારના વિલંબને કારણે સર્જાયેલી આ કટોકટીમાં શિક્ષક સંગઠનોએ સરકાર સમક્ષ બે મુખ્ય માંગણીઓ મૂકી છે:
-
યુદ્ધના ધોરણે ગ્રાન્ટ મંજૂરી: કોઈપણ વિલંબ કર્યા વગર તાત્કાલિક અસરથી પગાર ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવે, જેથી શિક્ષકોને તેમનો હક મળી શકે.
-
‘એડવાન્સ ગ્રાન્ટ’ મોડલ: ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારે દર મહિને એડવાન્સમાં ગ્રાન્ટ ફાળવવી જોઈએ.જો એડવાન્સ વ્યવસ્થા હશે..તો વહીવટી ગૂંચવણો છતાં શિક્ષકોના પગાર નિર્ધારિત સમય મર્યાદામાં થઈ શકશે.
શિક્ષણ વિભાગ આ આર્થિક ભીંસનો ઉકેલ કેટલી ઝડપથી લાવે છે અને શિક્ષકોના ખાતામાં ક્યારે ‘મેસેજ’ પડે છે. તેની આખા રાજ્યના શિક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Post Views: 72











