ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી: “હોર્મુઝ ખોલી દો, નહિતર નરકમાં પહોંચાડી દઈશું”

અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ આકરા તેવર અપનાવતા મોટી ધમકી આપી છે. ટ્રમ્પે ઈરાનીઓને ‘પાગલ’ અને ‘બાસ્ટર્ડ’ કહીને સંબોધ્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ખોલવામાં નહીં આવે, તો ઈરાને વિનાશ માટે તૈયાર રહેવું પડશે.

પાવર પ્લાન્ટ અને બ્રિજ ઉડાવી દેવાની ચીમકી

ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં હુમલાનો દિવસ પણ નક્કી કરી દીધો છે. તેમણે લખ્યું કે, “આવતા મંગળવારે ઈરાનમાં ‘પાવર પ્લાન્ટ ડે’ અને ‘બ્રિજ ડે’ એકસાથે ઉજવવામાં આવશે. આ હુમલો એવો હશે જે દુનિયાએ પહેલા ક્યારેય જોયો નહીં હોય! તમે પાગલ લોકો હોર્મુઝ ખોલી દો, નહિતર તમે નરકમાં હશો. બસ જોતા રહો અને અલ્લાહ પાસે તમારા માટે દુઆ માંગો.”

શા માટે ભભૂકી ઉઠ્યા ટ્રમ્પ?

ટ્રમ્પનો આ ગુસ્સો એક ગંભીર ઘટના બાદ સામે આવ્યો છે. રવિવારે ઈરાને ઈસ્ફહાન પાસે અમેરિકાના રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન મોટી કાર્યવાહી કરી હતી. જેમાં ઈરાને અમેરિકાના:

  • 2 સી-130 એરક્રાફ્ટ

  • 2 બ્લેક સી-હોક હેલિકોપ્ટર આ વિમાનો અને હેલિકોપ્ટરને તોડી પાડ્યા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં અમેરિકાને થયેલા નુકસાન બાદ ટ્રમ્પે આકરા વળતા પ્રહારની તૈયારી બતાવી છે.

વૈશ્વિક સ્તરે ચિંતાનો માહોલ

ટ્રમ્પની આ ધમકી બાદ ખાડી દેશોમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના તેલ વેપાર માટે અત્યંત મહત્વનો માર્ગ છે. જો અહીં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો સમગ્ર વિશ્વમાં તેલના ભાવ અને અર્થતંત્ર પર તેની ગંભીર અસર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE