મથુરામાં ઈદ પર હોબાળો: હાઈવે પર પથ્થરમારો, SDM અને પોલીસની ગાડીઓ તોડી; સેનાની ટુકડીએ મોરચો સંભાળ્યો

કાન્હાની નગરી બ્રજમાં ઈદના દિવસે ભારે હોબાળો મચી ગયો છે. આરોપ છે કે, મથુરાના કોસીકલાં પોલીસ સ્ટેશન હેઠળ આવતા કોટવન ચોકી વિસ્તારના નવીપુર પાસે ગત રાત્રે ગૌ-તસ્કરોએ વિખ્યાત ગૌ-સેવક ચંદ્રશેખર (જેઓ વિસ્તારમાં ફરસાવાળા બાબાતરીકે જાણીતા હતા) પર ગાડી ચઢાવીને તેમની હત્યા કરી દીધી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે અને સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે.

ઘટનાની વિગતો અને હિંસા

મળતી માહિતી મુજબ, બાબા ચંદ્રશેખરને વિસ્તારમાં ગૌ-તસ્કરો સક્રિય હોવાની બાતમી મળી હતી. તેઓ પોતાની ટીમ સાથે તસ્કરોનો પીછો કરી રહ્યા હતા. નવીપુર પાસે તસ્કરોએ ક્રૂરતાની હદ વટાવી પોતાની ગાડી બાબા ઉપર ચઢાવી દીધી.જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

હિંસાના મુખ્ય મુદ્દાઓ:

  • હાઈવે જામ અને પથ્થરમારો: હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા રોષે ભરાયેલા ટોળાએ આગ્રા-દિલ્હી હાઈવે જામ કરી દીધો હતો. આ દરમિયાન ભીડે હાઈવે પર ઉગ્ર પથ્થરમારો કર્યો હતો.

  • અધિકારીઓ પર હુમલો: પથ્થરમારામાં SDM અને પોલીસની અનેક ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે પોલીસને પાછા હઠવાની ફરજ પડી હતી.

  • ટિયર ગેસના ગોળા: ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના ગોળા છોડ્યા હતા. એસપી સિટી રાજીવ કુમાર સિંહ, એસપી ગ્રામીણ સુરેશચંદ્ર રાવત અને એડીએમ પ્રશાસન અમરેશ કુમારની ગાડીઓને પણ નિશાન બનાવવામાં આવી હતી.

  • સેના તૈનાત: સ્થિતિ બેકાબૂ બનતા આખરે સેનાની ટુકડીએ મોરચો સંભાળી લીધો છે.

ભારે પોલીસ બંદોબસ્ત અને નાકાબંધી

ઘટનાની ગંભીરતા જોતા છાતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. બરસાના તરફ જતા તમામ રસ્તાઓ પર સઘન નાકાબંધી કરવામાં આવી છે જેથી ફરાર તસ્કરોને પકડી શકાય.

બાબાનો પાર્થિવ દેહ તેમના ગામ અંજનોખ સ્થિત ગૌશાળામાં પહોંચ્યો ત્યારે હજારોની સંખ્યામાં ગ્રામીણો અને ગૌ-ભક્તો ઉમટી પડ્યા હતા બાબા ‘ફરસાવાળા’ તેમના નિડર સ્વભાવ અને ગૌ-રક્ષા માટે બ્રજ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેમની હત્યાને લઈને હિન્દુવાદી સંગઠનો અને ગૌ-સેવકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE