બદરીનાથ-કેદારનાથ સહિત ઉત્તરાખંડના 47 મંદિરોમાં બિન-સનાતનીઓના પ્રવેશ પર પ્રતિબંધ: BKTCનો મોટો નિર્ણય..કયારે ખુલશે કપાટ જાણો ?

ઉત્તરાખંડના પ્રસિદ્ધ ચારધામ મંદિરોમાં સામેલ બદરીનાથ અને કેદારનાથ સહિત કુલ 47 મંદિરોમાં હવે બિન-સનાતનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ તાજેતરમાં આ કડક પગલું ભર્યું છે. સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સ્પષ્ટતા કરી છે કે જેઓ સનાતન ધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી, તેમના માટે આ પ્રતિબંધ લાગુ રહેશે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ચારધામ યાત્રા અને અન્ય મંદિરોની પવિત્રતા તથા મર્યાદા જાળવી રાખવાનો છે.

સરકારનો પક્ષ અને કાયદાકીય અભ્યાસ મંદિર સમિતિના આ નિર્ણય પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સમિતિનો આ પ્રસ્તાવ હજુ સત્તાવાર રીતે સરકાર પાસે પહોંચ્યો નથી. જ્યારે આ પ્રસ્તાવ સરકારને મળશે, ત્યારે કાયદાકીય જોગવાઈઓ (એક્ટ) મુજબ તેનો ગહન અભ્યાસ કરવામાં આવશે….તમામ પક્ષો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ જ સરકાર આ અંગે અંતિમ નિર્ણય લેશે.

ગર્ભગૃહ અને મુખ્ય સંકુલમાં પ્રવેશબંધી હેમંત દ્વિવેદીએ વધુમાં જણાવ્યું કે આ પ્રતિબંધ ખાસ કરીને મંદિરના ગર્ભગૃહ અને મુખ્ય સંકુલની અંદર લાગુ કરવામાં આવશે. તેમણે આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, માત્ર એ જ લોકોએ ધામોના દર્શન કરવા જોઈએ જેઓ સનાતન ધર્મમાં સાચી આસ્થા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, સમિતિએ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં જ આવા પ્રતિબંધના સંકેત આપ્યા હતા, જેના પર હવે સત્તાવાર મહોર મારી દેવામાં આવી છે.

યાત્રા માટે કરોડોનું બજેટ અને પુરોહિતો માટે કલ્યાણ ભંડોળ સમિતિની આ બેઠકમાં આગામી ચારધામ યાત્રા 2026-27 માટે 121 કરોડ રૂપિયાનું બજેટ પસાર કરવામાં આવ્યું છે. જેમાં બદરીનાથ ધામ માટે 57.5 કરોડ અને કેદારનાથ ધામની વ્યવસ્થાઓ માટે 63.6 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, તીર્થ પુરોહિતોની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે ‘તીર્થ પુરોહિત કલ્યાણ કોષ’ બનાવવાની મંજૂરી પણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે, જે પુજારીઓને નાણાકીય સહાય પૂરી પાડશે.

19 એપ્રિલથી કપાટ ખુલવાની શરૂઆત વર્ષ 2026ની યાત્રા માટે મંદિરોના કપાટ ખુલવાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે:

  • ગંગોત્રી અને યમુનોત્રી: 19 એપ્રિલ (અક્ષય તૃતીયાના દિવસે)

  • કેદારનાથ: 22 એપ્રિલ

  • બદરીનાથ: 23 એપ્રિલ

શ્રદ્ધાળુઓની સતત વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર સમિતિ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE