જો કાયદો બનશે તો મહિલાઓને કોઈ નોકરી નહીં આપે’, પેઇડ પીરિયડ લીવ પર સુપ્રીમ કોર્ટનો સુનાવણીથી ઇનકાર

સુપ્રીમ કોર્ટે મહિલા કર્મચારીઓને માસિક ધર્મ (પીરિયડ્સ) દરમિયાન રજા આપવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો ઇનકાર કરતા મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, “મહિલાઓને આટલી નબળી ન સમજો. તમારી માંગ સાંભળવામાં યોગ્ય લાગી શકે છે, પરંતુ તે મહિલાઓનું નુકસાન જ કરશે. જો પેઇડ પીરિયડ લીવને ફરજિયાત કરવામાં આવશે, તો કોઈ તેમને નોકરી આપવા માંગશે નહીં.”

વર્કપ્લેસ પર પ્રગતિમાં અવરોધ આવી શકે છે

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે અરજદારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. સરકાર તરફ ઈશારો કરતા કોર્ટે કહ્યું કે તમામ સંબંધિત સરકારો અને સંસ્થાઓ સાથે ચર્ચા કરીને કોઈ વ્યવસ્થા બનાવી શકાય છે. ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે અરજદારને કહ્યું કે, “તમે નથી જાણતા કે આ પ્રકારના પગલાંથી કાર્યસ્થળ પર મહિલાઓના વિકાસ અને તેમની પરિપક્વતા (maturity) ને લઈને કેવી માનસિકતા ઊભી થાય છે.”

મહિલાઓને નબળી દર્શાવવાની કોશિશ

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે આવી અરજીઓ મહિલાઓને નબળી બતાવે છે અને માસિક ધર્મને એક ખરાબ ઘટના જેવી બનાવે છે. CJI એ ચિંતા વ્યક્ત કરી હતી કે આનાથી વર્કપ્લેસ પર મહિલાઓની પ્રગતિ પર નકારાત્મક અસર પડી શકે છે.

ખાનગી કંપનીઓ અને સરકારી નોકરીઓ પર અસર

અરજદાર વતી વરિષ્ઠ વકીલ એમ.આર. શમશાદે દલીલ કરી હતી કે કેરળ સરકારે શાળાઓમાં આવી વ્યવસ્થા કરી છે અને ઘણી ખાનગી કંપનીઓ પણ સ્વેચ્છાએ રજા આપી રહી છે. આ દલીલ પર CJI સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું કે:

  • જો કોઈ કંપની સ્વેચ્છાએ આવું કરી રહી હોય તો તે ખૂબ જ સારી બાબત છે.

  • પરંતુ જો તમે આ બાબતને કાયદામાં સામેલ કરીને ફરજિયાત કરી દેશો, તો કોઈ મહિલાઓને નોકરી આપશે નહીં.

  • કોઈ તેમને ન્યાયતંત્ર (Judiciary) કે સરકારી નોકરીઓમાં લેવા તૈયાર નહીં થાય અને તેમનું કરિયર ખતમ થઈ જશે.

Leave a Comment

READ MORE

READ MORE