કર્ણાટકમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો મોટો નિર્ણય

ભારત પણ સગીરો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધોને કડક બનાવવાનું શરૂ કરી રહ્યું છે. કર્ણાટકમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો.કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, બાળકો પર મોબાઇલ ફોનના વધતા ઉપયોગની પ્રતિકૂળ અસરોને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કર્ણાટક સરકારે એક મોટી જાહેરાત કરી. જેમાં જણાવ્યું કે, રાજ્યમાં હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવશે..મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 6 માર્ચે બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી…નોંધનીય છે કે ગયા મહિને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં આયોજિત વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સમાં આ મુદ્દા પર ચર્ચા કરી હતી. જેમાં વાઇસ ચાન્સેલર્સના મંતવ્યો માંગવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ મોબાઇલ વ્યસન, ઓનલાઈન ગેમિંગ, બાળકોના શિક્ષણ અને શારીરિક તંદુરસ્તી પર સોશિયલ મીડિયાની અસર અંગે ચર્ચા કરી હતી.

બજેટ સત્ર દરમિયાન કર્ણાટકના માહિતી ટેકનોલોજી અને બાયોટેકનોલોજી મંત્રી પ્રિયાંક ખડગેએ 30 જાન્યુઆરીએ વિધાનસભામાં કહ્યું કે,યુવાનોમાં સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે કેટલાક પગલાં લેવાનું ગંભીરતાથી વિચારી રહી છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. ઉદાહરણ આપતા ખડગેએ કહ્યું કે ફિનલેન્ડે આવી કાર્યવાહી કરી છે અને યુકે પણ આવી કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ એમ પણ કહ્યું કે, સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને ટાળવા માટે શું કરી શકાય તે જોવા માટે અમે હિસ્સેદારો સાથે વાત શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE