ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી રાજદ્વારી ખટાશ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે..કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની આ અઠવાડિયે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. કેનેડાના પીએમઓ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે,,માર્ક કાર્ની ગુરુવારે મુંબઈ પહોંચશે.. જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
મુલાકાત પાછળનું મુખ્ય કારણ: અમેરિકાનો ડર અને ટ્રમ્પની ધમકી
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અને કેનેડા વચ્ચેના વ્યાપારી સંબંધો અત્યંત ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી ચીજવસ્તુઓ પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે.આ ધમકીને કારણે કેનેડાની અર્થવ્યવસ્થા પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જેના કારણે કેનેડા હવે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડી ભારત જેવા મોટા બજાર તરફ નજર દોડાવી રહ્યું છે.
માર્ક કાર્નીનું નિવેદન
ભારત પ્રવાસ પહેલા કાર્નીએ સ્પષ્ટ સંકેત આપ્યો કે..તેઓ કેનેડાના નિકાસ બજારને વિસ્તૃત કરવા માંગે છે.તેમણે જણાવ્યું હતું કે:”અનિશ્ચિત દુનિયામાં કેનેડા હવે એવી બાબતો પર ધ્યાન આપી રહ્યું છે જે તેના નિયંત્રણમાં છે.અમે અમારા વેપારને અલગ-અલગ દેશોમાં ફેલાવી રહ્યા છીએ અને મોટા પાયે નવું રોકાણ આકર્ષી રહ્યા છીએ.”
ભારત માટે મહત્વ
કેનેડાનું લક્ષ્ય આગામી દાયકામાં અમેરિકા સિવાયના દેશોમાં પોતાની નિકાસ બમણી કરવાનું છે.જો પીએમ મોદી અને માર્ક કાર્ની વચ્ચેની આ મુલાકાત સફળ રહેશે..તો બંને દેશો વચ્ચેના તણાવમાં ઘટાડો થઈ શકે છે અને વેપારના નવા દ્વાર ખુલી શકે છે.
Post Views: 0











