દેશભરના અનેક એરપોર્ટ પર ગુરુવારે સવારે હવાઈ સેવાઓ થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી..અહેવાલો અનુસાર, સોફ્ટવેર ખામીને કારણે મુસાફરોને ચેક-ઈન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો..સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે અનેક એરપોર્ટ પર 40 મિનિટથી વધુ સમય સુધી ચાલેલી સોફ્ટવેર ખામીને કારણે મુસાફરોને ચેક-ઈન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
કઈ એરલાઈન્સને અસર થઈ હતી?
સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી, મુંબઈ અને અન્ય એરપોર્ટ પર ઈન્ડિગો, એર ઈન્ડિયા એક્સપ્રેસ, સ્પાઈસજેટ અને અકાસા એરની સેવાઓ પ્રભાવિત થઈ હતી. અહેવાલો અનુસાર, સોફ્ટવેર ખામીને કારણે ચેક-ઈન સિસ્ટમ સવારે 6:45 થી સવારે 7:28 વાગ્યા સુધી ડાઉન રહી હતી.
એક સૂત્રએ જણાવ્યું હતું કે સમસ્યા ઉકેલાઈ ગઈ છે અને સિસ્ટમ સામાન્ય રીતે કાર્યરત છે.સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે સોફ્ટવેર ખામીને કારણે એરલાઈન્સને કોઈ નોંધપાત્ર વિક્ષેપ પડ્યો નથી. હાલમાં, આ બાબતે એરલાઈન્સ દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
આ પહેલી વાર નથી જ્યારે દેશના ઘણા એરપોર્ટ પર મુસાફરોને આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોય. અગાઉ, ગયા વર્ષે ડિસેમ્બરમાં, આવી જ સમસ્યાના કારણે એરપોર્ટ પર નોંધપાત્ર અવરોધો સર્જાયા હતા..તે સમયે થર્ડ-પાર્ટી સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી.જેના કારણે એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો લાગી હતી.. જેમને તેમની મુસાફરી ચાલુ રાખવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી.
Post Views: 0











