બનાસકાંઠામાં બસ અને ટેન્કર વચ્ચે ટક્કર, અકસ્માતમાં ત્રણ લોકોના મોત, 15થી વધુ ઘાયલ

Banaskantha : બનાસકાંઠાના સોનેથ ગામ નજીક ખાનગી બસ-ટેન્કર વચ્ચે અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત તો બસમાં સવાર 15 -20 જેટલા લોકો થયા ઇજાગ્રસ્ત

Banaskantha : નવા વર્ષ 2025ના પ્રથમ દિવસે જ બનાસકાંઠાથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં એક માર્ગ અકસ્માતની ઘટનામાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. પ્રાથમિક વિગતો મુજબ બનાસકાંઠાના સોનેથ ગામ પાસે ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, ઘટના સ્થળે જ 3 વ્યક્તિઓના મોત થયા હતા. આ સાથે 15 થી 20 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેથી તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણીની વચ્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી એક દર્દનાક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. સોનેથ ગામ પાસે ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.

વિગતો મુજબ રોંગ સાઈડમાં આવતા ટેન્કરે બસને ટક્કર મારી હતી. આ બસ જામનગરથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. જોકે ટેન્કરની ટક્કરથી બસનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. આ તરફ આ ઘટનામાં બસમાં સવાર 15 થી 20 લોકોને ઈજા પણ પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE