મોરબીમાં મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ: ટેકાના ભાવે ખરીદેલો જથ્થો આગની ઝપેટમાં, અનેક ફાયર ટીમો દોડી

મોરબી: મોરબીના રફાળેશ્વર GIDC વિસ્તારમાં આવેલા મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ છે. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીનો મોટો જથ્થો આગની ઝપેટમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મુજબ, લગભગ ચાર મહિના પહેલાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનો જથ્થો રફાળેશ્વર GIDCમાં આવેલી મેજિક સિરામિકની બંધ ફેક્ટરીમાં ગોડાઉન તરીકે સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આજે અચાનક ગોડાઉનમાં આગ ભભૂકી ઊઠતાં ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.

આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે ઘટનાને ‘મેજર કોલ’ જાહેર કર્યો છે. મોરબી ફાયર બ્રિગેડની ચાર ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ઉપરાંત રાજકોટથી બે અને વાંકાનેરથી એક ફાયર ટીમને પણ મદદ માટે મોકલવામાં આવી છે.

ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આગ સંપૂર્ણપણે ઓલવાયા બાદ નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન અને આગના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE