ધરતી ટ્રેડર્સમાં એક્સપાયરી વિનાની ખાદ્ય વસ્તુઓનું ધૂમ વેંચાણ

જૂના માર્કેટિંગ યાર્ડની ધરતી ટ્રેડર્સમાં તેલ, અનાજ, કરિયાણાના વજનમાં ગોબાચાળીની ફરિયાદ

સીંગતેલ, કપાસિયા તેલ, સનફલાવર તેલના ડબ્બાઓ પર કોઈ વિગત નહતી છતાં મોટાપાયે વેંચાણ

મેન્યુફેક્ચરિંગ, એક્સપાયરી, કવાલિટી, કોન્ટિટી મામલે ધરતી ટ્રેડર્સને સીલ કરવું અનિવાર્ય

ધરતી ટ્રેસર્સમાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લઈ નોટિસ પાઠવતું ફૂડ વિભાગ

રાજકોટમાં દિવસેને દિવસે ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું છે. આ સાથે જ એક્સપાયરી અને મેન્યુફેક્ચરિંગ સહિતની વિગતો વિના પણ ખાદ્ય ચીજવસ્તુઓનું વેંચાણ વધ્યું છે. હાલમાં જ જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલી ધરતી ટ્રેડર્સ નામની દુકાનમાં તેલ, અનાજ, કરિયાણાના વજનમાં ગોબાચાળી થતી હોવાની તેમજ ખાદ્ય ચીજવસ્તુઓ પર એક્સપાયરી અને મેન્યુફેક્ચરિંગ સહિતની વિગતો ન હોવાની ફરિયાદ ઉઠી હતી.

આ ફરિયાદને આધારે ભારત હેડલાઈન દ્વારા ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા તાબડતોબ ધરતી ટ્રેસર્સમાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લઈ નોટિસ પાઠવવામાં આવી હતી. ધરતી ટ્રેડર્સમાં સીંગતેલ, કપાસિયા તેલ, સનફલાવર તેલના ડબ્બાઓ પર કોઈ વિગત નહતી આમ છતાં તેનું મોટાપાયે વેંચાણ થઈ રહ્યું હતું. મેન્યુફેક્ચરિંગ, એક્સપાયરી, કવાલિટી, કોન્ટિટી મામલે ધરતી ટ્રેડર્સ દ્વારા ગ્રાહકો સાથે છેતરામણી બાદ ફૂડ વિભાગે નમૂના લઈ અને નોટિસ પાઠવી સંતોષ માની લીધો છે પરંતુ ગ્રાહકોના હિતને ધ્યાનમાં લેતા ધરતી ટ્રેડર્સને સીલ કરવું અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE