સ્વામિનારાયણ ગુરૂકુળમાં સંત શિબિરમાં 200 ઉપરાંત સંતોની ઉપસ્થિતિ

સ્વામિનારાયણ ગુરૂકુળમાં ત્રિદિવસીય સંત શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગુરૂવર્ય દેવકૃષ્ણદાસ સ્વામી તથા મહંત સ્વામી દેવપ્રસાદદાસ સ્વામીએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. પ્રથમ ભગવાન સ્વામિનારાયણનું તુલસીદલ સાથે જનમંગલ સ્તોત્રના મંત્રો દ્વારા નારાયણપ્રસાદ સ્વામીએ પૂજન કર્યું હતું. ગુરૂકુળના સંસ્થાપક અક્ષર નિવાસી ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસ સ્વામી, ગુરૂકુળના માં સમાન પુરાણી પ્રેમપ્રકાશદાસ સ્વામી, જોગી સ્વામી, કોઠારી હરિજીવનદાસ સ્વામી વગેરે સંતોનું પૂજન વડિલ સંતો ધનશ્યામ સ્વામી, જ્ઞાન સ્વરૂપદાસ સ્વામી, નારાયણ પ્રસાદદાસ સ્વામી, ધર્મવલ્લભદાસ સ્વામી, ભક્તિ વલ્લભદાસ સ્વામી, સંતવલ્લભદાસ સ્વામી વગેરે સંતોએ કરેલ હતું. ત્રિદિવસીય અધ્યાત્મ સત્સંગ શિબિર બાદ 200 ઉપરાંત સંતો, હજારો હરિભક્તો અને વિદ્યાર્થીઓ ગુરૂણામ ગુરૂ ભગવાન સ્વામિનારાયણ તથા ગુરૂવર્ય દેવકૃષ્ણદાસ સ્વામીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE