વી.વી.પી. કોલેજમાં ટ્રસ્ટી તરીકે GTU ના પૂર્વ કુલપતિ ડો. નવીનભાઈ શેઠની નિયુક્તિ

યુ જી સી., એઆઈસીટીઈ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, GTU નો અનુભવ ધરાવતા રાષ્ટ્રીય તજજ્ઞ ડો. નવીનભાઈ શેઠનો લાભ વી.વી પી. અને સમગ્ર રાજકોટ તથા સૌરાષ્ટ્રને મળશે

વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ સંચાલીત વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ, ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચર કોલેજ તથા કીચ સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનમાં ટ્રસ્ટી તરીકે  GTU માં બે ટર્મ કુલપતિ રહી ચૂકેલા ડો. નવીનભાઈ શેઠની નિયુકતી કરવામાં આવી છે. ડૉ.નવીનભાઈ શેઠે એમ. ફાર્મ,  Ph. D, LL.B., PG DBM, સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. (જીટીયુ)ના બે ટર્મ સુધી રહ્યા, રાજકોટની બી.કે. મોદી સરકારી ફાર્મસી કોલેજમાં પ્રિન્સિપાલ રહી ચુક્યા છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાર્મસી ડિપાર્ટમેન્ટના વડા અને ડીન તરીકે કામ કરેલું છે. તેમના નામે ત્રણ પેટન્ટ ગ્રાન્ટ થયેલ છે. રિસોર્સ પર્સન તરીકે જર્મની અમેરિકા, ચીન , પોલેન્ડ, આફ્રિકા,ઈરાન નેપાળ  વગેરે દેશોની યુનિવર્સિટીઓમાં પ્રવચન આપેલ છે. જુદા જુદા 100 થી વધુ સંશોધન પત્રો પ્રસિધ્ધ જર્નલોમાં પ્રસિદ્ધ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા યુ જી સી., એઆઈસીટીઈ, ગુજરાત વિદ્યાપીઠ વગેરેમાં અનેક કમિટીઓના સભ્ય તરીકે ફરજ બજાવે છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)માં તેઓને ઈ Emeritus પ્રોફેસર તરીકેનું બહુમાન મળેલું છે. તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએથી અનેક એવોર્ડ મળેલા છે. હાલ તેઓ એનબીએ (NBA) અને નેક (NAAC)  તેમજ UGC ની વિવિધ કમિટીઓમાં ચેર પર્સન અને મેમ્બર તરીકે સેવા આપે છે. તેમજ સમગ્ર ગુજરાતની એકમાત્ર એઈમસ (AIIMS) રાજકોટના તેઓ બોર્ડના મેમ્બર છે અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી ના કમિશનના સભ્ય તરીકે પણ સેવાઓ આપી છે. RSS ના બાલ્યકાળથી સ્વયંસેવક છે તથા સંઘના તૃતીય વર્ષ શિક્ષિત, ગટ નાયકથી ગુજરાત પ્રાંત સંપર્ક પ્રમુખ સુધીની જવાબદારી સંભાળેલી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના ગૂજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પાંચ વર્ષ હતા. વી.વી.પી. ના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુક્લ, હર્ષલભાઈ મણીયાર, ડો સંજીવભાઈ ઓઝા અને ડો નરેન્દ્રભાઈ દવે સાથે હવે ડૉ. નવીનભાઈ શેઠની ટ્રસ્ટી તરીકે નિમણુંક થતા શિક્ષણ ક્ષેત્રે તેમના બહોળા અનુભવનો વી.વી.પી. અને સમગ્ર રાજકોટ તથા સૌરાષ્ટ્રને લાભ મળશે તથા ભારતની બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજના એવોર્ડથી સન્માનિત વી.વી.પી. નિત નવા શિખરો સર કરશે તેમાં બે મત નથી. ડૉ. નવીનભાઈ શેઠની વીવીપીમાં ટ્રસ્ટી તરીકે નિમણુંકને સમગ્ર વીવીપી પરિવારે આંનંદ અને હર્ષની લાગણીથી વધાવી હતી.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE