દસાડાના સવલાશ-બજાણા બ્રિજ નીચેથી પસાર થતા પાણીમા અસંખ્યા માછલીઓ મોતને ભેટી

માછલીઓના મોત પાછળનું કારણ જાણવા તંત્ર દ્વારા પાણીના નમુના ચેક કરવામાં આવે તેવી પ્રબળ માગ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા-સવલાસ બ્રિજ નીચેથી બારેમાસ પાણી વહે છે અને પાણી ભરાયેલું રહે છે ત્યાંથી રણ તરફ વધારાનું પાણી જતું હોય છે આ પાણીના ભરાવામા વિવિધ પ્રજાતિની માછલીઓ છે ત્યારે પાણીના કિનારા પાસે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા ચકચાર મચી જવા પામ્યો છે આ મૃત માછલીઓના કારણે અસંખ્ય દુર્ગંધ વાતાવરણમાં પ્રસરી રહી છે જેને લઈ વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે મૃત માછલીઓ કયા કારણોસર મોટી સંખ્યામાં મૃત્યુ પામી છે તે બાબતનું કારણ જાણવા તંત્ર દ્વારા પાણીના નમુના તપાસવા કામગીરી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠવા પામી છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE