દસાડાના બજાણા પોલીસ મથક હદ વિસ્તારથી SMCએ પરપ્રાંતિય દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

(દસાડા,પાટડીથી પસાર થયેલ ક્રેટા કાર બજાણા પાસે SMCએ ઝડપી પાડી:સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ )

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાથી મોટા પ્રમાણમાં મોંઘીદાટ કારમાં પરપ્રાંતિય વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું અનેકવાર સામે આવતું હોય છે થોડા દિવસો પહેલા દસાડા પોલીસ મથક વિસ્તારમાંથી ગાંધીનગર સ્ટેટિંગ મોનિટરીંગ સેલ દ્વારા પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો તેની હજુ શ્યાહી સુકાઈ નથી ત્યાં સ્ટેટ મોનિજરીંગ સેલ દ્વારા બજાણા પોલીસ મથક હદ વિસ્તારમાંથી ઓન રોડ ક્રેટા કાર પરપ્રાંતિય વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવી છે જેમાં ૧૭,૦૦ બોટલ અંદાજે કિંમત ૨.૧૭ લાખ તથા ક્રેટા કાર કિંમત રૂપિયા ૮ લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને ૪ વિરુદ્ધ બજાણા પોલિસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો હતો ગાંધીનગર સ્ટેટ મોનિટર સેલ દસાડા તાલુકામાંથી પસાર થતી કારને ઝડપી પાડી રહી છે પરંતુ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

કારની સીટમાં ખુલ્લેઆમ દારૂનો જથ્થો ભરેલો તો છતાં સ્થાનિક પોલીસને ધ્યાન ન આવે ?

દસાડા તથા પાટડી પોલીસ મથક હદ વિસ્તારમાંથી ખુલ્લેઆમ દારૂનો જથ્થો ભરેલ ક્રેટા કાર પસાર થઈ છતા દસાડા,પાટડી પોલીસ કે બજાણા પોલીસને ગંધ સુદ્ધાં ન આવી અને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઈ.એ.વી.પટેલ દ્વારા ઓન રોડ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE