અથિયા શેટ્ટી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ: આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપવામાં મોટી ભૂલ, યુઝર્સે લીધી આડેહાથ

સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર જોવા મળી રહી છે.ફિલ્મી દુનિયા અને સંગીત ક્ષેત્રની અનેક હસ્તીઓએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જોકે, આ દરમિયાન અભિનેત્રી અથિયા શેટ્ટી દ્વારા શેર કરવામાં આવેલી એક પોસ્ટ વિવાદનું કારણ બની હતી.અથિયાની એક અજાણતા થયેલી ભૂલને કારણે સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા થઈ રહી છે..

આ પણ વાંચો…

આશા ભોંસલેના નિધનથી દેશમાં શોકની લહેર: પીએમ મોદી, અમિત શાહ, ગડકરી અને ફડણવીસ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

 

શું હતી સમગ્ર ઘટના?

અથિયા શેટ્ટીએ આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતી વખતે ભૂલથી તેમના બદલે લતા મંગેશકરનો ફોટો શેર કરી દીધો હતો.આ પોસ્ટ થોડા સમય સુધી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રહી હતી…જોકે, જેવી ભૂલ સમજાઈ કે તરત જ તેણે પોસ્ટ હટાવી દીધી અને સાચી વિગતો સાથે નવી પોસ્ટ શેર કરી. પરંતુ ત્યાં સુધીમાં આ પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ થઈ ચૂક્યા હતા.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ

આ ભૂલ સામે આવ્યા બાદ નેટીઝન્સે અથિયાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. ઘણા યુઝર્સે તેને ‘બેજવાબદાર’ ગણાવી અને કહ્યું કે,,,જ્યારે તમે જાહેર મંચ પર કોઈ મોટી હસ્તીને શ્રદ્ધાંજલિ આપતા હોવ ત્યારે તથ્યોની ચકાસણી કરવી અનિવાર્ય છે…બીજી તરફ..અમુક લોકોએ તેને માનવીય ભૂલ ગણાવીને બચાવ પણ કર્યો હતો..અને બિનજરૂરી ટીકા ન કરવાની સલાહ આપી હતી.તેમ છતાં..આ વિવાદ સોશિયલ મીડિયા પર જોરશોરથી ટ્રેન્ડ થવા લાગ્યો હતો.

ડિજિટલ યુગમાં સાવધાની જરૂરી

આ ઘટના ફરી એકવાર એ વાત તરફ ધ્યાન દોરે છે કે, ડિજિટલ યુગમાં કોઈપણ પોસ્ટ ખૂબ જ ઝડપથી ફેલાય છે…આવી સ્થિતિમાં નાની ભૂલ પણ મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી શકે છે…ખાસ કરીને જ્યારે બાબત કોઈ આદરણીય હસ્તીના સન્માન સાથે જોડાયેલી હોય..ત્યારે સંવેદનશીલતા અને સાવધાની રાખવી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE