એર ઈન્ડિયામાં મોટો ભૂકંપ: CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું, વિમાન દુર્ઘટના અને સુરક્ષામાં ખામીઓ બાદ નિર્ણય

ટાટા ગ્રુપના નેતૃત્વ હેઠળની એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે, તેમનો કાર્યકાળ જુલાઈ 2027 સુધીનો હતો.પરંતુ તે પહેલા જ તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો છે.એર ઈન્ડિયા જ્યારે આર્થિક નુકસાન અને સુરક્ષાને લઈને ગંભીર તપાસનો સામનો કરી રહી છે.ત્યારે આ મોટા નેતૃત્વ પરિવર્તનને એરલાઈન માટે એક ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવી રહ્યો છે.

દુર્ઘટના અને સુરક્ષામાં ચૂક બની કારણ? રિપોર્ટ્સ મુજબ, ગયા વર્ષે જૂન મહિનામાં થયેલા ભયાનક વિમાન અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા.ત્યારબાદ એર ઈન્ડિયા નિયામક સંસ્થાઓની કડક તપાસ હેઠળ છે. આ ઉપરાંત, એરલાઈન પર ગંભીર આક્ષેપો છે કે, તેણે યોગ્ય પ્રમાણપત્ર વગર અને ઈમરજન્સી ઉપકરણોની તપાસ કર્યા વિના વિમાનો ઉડાડ્યા હતા.આ સતત થઈ રહેલી બેદરકારી અને આર્થિક ખોટને કારણે કેમ્પબેલ વિલ્સન દબાણમાં હતા.

કોણ છે કેમ્પબેલ વિલ્સન? ન્યૂઝીલેન્ડમાં જન્મેલા વિલ્સનને વર્ષ 2022માં સિંગાપોર એરલાઈન્સથી એર ઈન્ડિયામાં લાવવામાં આવ્યા હતા. ટાટા ગ્રુપે જ્યારે એર ઈન્ડિયાનું સંચાલન સંભાળ્યું, ત્યારે તેના કાયાકલ્પની જવાબદારી વિલ્સનને સોંપી હતી. હાલમાં તેઓ 6 મહિનાના નોટિસ પિરિયડ પર છે અને નવા સીઈઓની નિમણૂક ન થાય ત્યાં સુધી સેવા આપશે.

એરલાઈન સામે અનેક પડકારો:

  • નવા વિમાનોની ડિલિવરીમાં થઈ રહેલો વિલંબ.

  • સુરક્ષા ધોરણોમાં લાપરવાહી બદલ મળેલી ફટકાર.

  • સતત થઈ રહેલું આર્થિક નુકસાન અને ટર્નઅરાઉન્ડની ધીમી ગતિ.

બોર્ડ દ્વારા હવે નવા સીઈઓની શોધ તેજ કરવામાં આવી છે. જે એર ઈન્ડિયાને આ સંકટમાંથી બહાર લાવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE