સૌરાષ્ટ્ર યુનિ.માં અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સેમેસ્ટર 2ની પરીક્ષાઓનો 21એપ્રિલથી પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26ના બીજા સત્રની પરીક્ષાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 21 એપ્રિલથી યુનિવર્સિટી સંલગ્ન તમામ ભવનો અને કોલેજોમાં અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સેમેસ્ટર-2ની પરીક્ષાઓ શરૂ થશે…આ વખતે પરીક્ષાના શિડ્યૂલ ચૂંટણી વચ્ચે જ ગોઠવાયો હોવાથી શિક્ષણ અને તંત્ર બંનેની કસોટી થશે. જુદી જુદી 8 ફેકલ્ટીના 28 કોર્સની બીજા સેમેસ્ટરની પરીક્ષા લેવાશે. મતદાનના દિવસે રજા રાખવી પડશે.

યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, આર્ટસ, હ્યુમેનિટીઝ, મેનેજમેન્ટ, કોમર્સ, સાયન્સ, આઈ.ટી.,હોમસાયન્સ, લો, એજ્યુકેશન અને પરફોર્મિંગ આર્ટસ સહિતની 8થી વધુ મુખ્ય વિદ્યા શાખાઓના અંદાજે 28 જેટલા વિવિધ કોર્સની પરીક્ષાઓ એકસાથે લેવાશે.

જેમાં B.A., B.Com, B.Sc., B.B.A., B.C.A.થી લઈને M.A., M.Com. જેવા અનુસ્નાતક અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન તા.26-04ના રોજ યોજાનાર છે. આ મહત્ત્વપૂર્ણ દિવસે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાનના દિવસની આગળ-પાછળ થિયરી પરીક્ષામાં રજા જાહેર કરવામાં આવી છે. આ રજાઓને કારણે પરીક્ષાના શિડયૂલમાં થોડો ફેરફાર જોવા મળશે. કોર્સ મુજબ પરીક્ષાનો સમય સવાર કે બપોરનો રહેશે.

Β.Α./B.S.W./B.Ed. 2:30 થી ૪:30 21એપ્રિલ. B.Com/B.B.A. 10:30 થી 12:30 21 એપ્રિલ. B.C.A./B.Sc./B.Lib 10:30 થી 12:30 21 એપ્રિલ. Μ.Α./ M.Com /M.S.C. વિષય મુજબ 21 એપ્રિલ Law (BALLB/LLM) 2:30 થી 5:૦૦ 21 એપ્રિલ. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે યુનિવર્સિટીએ આદેશ આપ્યો છે કે પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવાની પ્રક્રિયાનું સંપૂર્ણ રેકોર્ડિંગ સીસીટીવી કેમેરામાં કરવાનું રહેશે. તેમજ જે-તે કોલેજોએ જ પરીક્ષા કેન્દ્ર તરીકે કામગીરી કરવાની હોવાથી અન્ય કોઈ આયોજન ન કરવા સૂચના અપાઈ છે.

વિદ્યાર્થીઓને ખાસ જણાવાયું છે કે, 4ક્રેડિટના પેપર માટે 2 કલાક અને 2 ક્રેડિટના પેપર માટે 1 કલાકનો સમય રહેશે. જ્યારે 2019 ના જૂના કોર્સના વિદ્યાર્થીઓ માટે 2 કલાક અને 30 મિનિટનો સમય કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE