મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સામે આવેલા અશ્લીલ વીડિયો કાંડે હવે આખા રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. શરૂઆતી તપાસમાં આ મામલો માત્ર થોડા વાયરલ વીડિયો સુધી સીમિત હોવાનું મનાતું હતું. પરંતુ જેમ-જેમ પોલીસ તપાસ આગળ વધી રહી છે.તેમ-તેમ આ કેસના નવા પાસાઓ ખુલી રહ્યા છે. હવે પોલીસ આને માત્ર એક વ્યક્તિનો ગુનો નથી માની રહી, પરંતુ તેની પાછળ કોઈ સંગઠિત નેટવર્ક હોવાની શક્યતા પણ તપાસી રહી છે.
બીજી ધરપકડથી તપાસમાં આવ્યો નવો વળાંક
આ મામલે પોલીસે બીજી મોટી ધરપકડ કરતા ઉઝેર ખાન ઈકબાલ ખાનની અટકાયત કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે તેણે મુખ્ય આરોપી અયાન અહમદ તનવીરના મોબાઈલમાંથી અશ્લીલ વીડિયો ડાઉનલોડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. પોલીસ હાલ તેની સઘન પૂછપરછ કરી રહી છે અને તેને કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગ કરવામાં આવી રહી છે. અધિકારીઓને આશા છે કે, પૂછપરછ દરમિયાન ઘણા મહત્વના ખુલાસા થઈ શકે છે.
મુખ્ય આરોપીના ફોનમાંથી પણ મળ્યા વીડિયો
મુખ્ય આરોપી અયાન અહમદ તનવીરના મોબાઈલ ફોનમાંથી અત્યાર સુધીમાં 100 થી વધુ છોકરીઓના અશ્લીલ વીડિયો અને ફોટા મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી આ વીડિયો અને ફોટા દ્વારા પીડિત છોકરીઓને બ્લેકમેલ કરતો હતો. આ વીડિયો અલગ-અલગ જગ્યાએ બનાવવામાં આવ્યા હોવાની આશંકા છે. પીડિત છોકરીઓ નાગપુર, અમરાવતી અને આસપાસના વિસ્તારોની હોવાનું કહેવાય છે.
પોલીસ કરી રહી છે નેટવર્કની ઉંડાણપૂર્વક તપાસ
પોલીસ હવે એ એંગલથી પણ તપાસ કરી રહી છે કે શું આરોપી એકલો કામ કરતો હતો કે તેની સાથે અન્ય લોકો પણ સામેલ હતા?
-
વીડિયો કયા પ્લેટફોર્મ પર અને કેટલા મોટા પાયે ફેલાવવામાં આવ્યા?
-
શું આમાં કોઈ સંગઠિત ગેંગ કે સાયબર નેટવર્કની ભૂમિકા છે?
પોલીસનું કહેવું છે કે ડિજિટલ ફોરેન્સિક તપાસ દ્વારા મોબાઈલ ડેટા, સોશિયલ મીડિયા ટ્રેલ અને અન્ય ઈલેક્ટ્રોનિક પુરાવાઓ તપાસવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે. આ મામલો માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સાયબર સુરક્ષા અને મહિલાઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઊભા કરી રહ્યો છે.
Post Views: 0











