ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: 29-30 માર્ચે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી,6 જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’

રાજ્યમાં ધમધોખતા તાપ વચ્ચે ફરી એકવાર મેઘરાજા દસ્તક દેવા જઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 29 અને 30 માર્ચ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. અગાઉ 19-20 માર્ચે થયેલા વરસાદે ખેડૂતોના તૈયાર પાકને જે નુકસાન કર્યું હતું.તેવી જ સ્થિતિ ફરી સર્જાય તેવી ભીતિ છે.

૨. કયા જિલ્લાઓમાં પડશે વરસાદ?

હવામાન ખાતાએ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે:

  • અસરગ્રસ્ત જિલ્લાઓ: કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર.

  • પવનની ગતિ: આ બે દિવસો દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

૩. કેમ સર્જાઈ આ સિસ્ટમ?

હાલમાં વાતાવરણમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે: ૧. બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ. ૨. એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ ત્રણેયની સંયુક્ત અસરને કારણે માર્ચના અંતમાં કમોસમી વરસાદી માહોલ જામશે. જોકે, રાહતની વાત એ છે કે આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.

૪. માછીમારો માટે ચેતવણી અને તાપમાનની સ્થિતિ

  • દરિયો ન ખેડવા સૂચના: પવનની દિશા ઉત્તર-પશ્ચિમ તરફ હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં હલચલ વધશે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

  • શહેરોનું તાપમાન:

    • અમરેલી: ૩૮.૫°C (સૌથી ગરમ)

    • અમદાવાદ: ૩૭°C

    • ગાંધીનગર: ૩૬.૫°C

    • રાજકોટ: ૩૦°C

    • કંડલા: ૧૮.૬°C (લઘુતમ તાપમાન – રાત્રે સામાન્ય ઠંડક)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE