યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત: ‘જગ વસંત’ ટેન્કર 42,000 ટન LPG લઈને સુરક્ષિત રીતે કંડલા પહોંચ્યું

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. આશરે 42,000 ટન LPG લઈને ‘જગ વસંત’ નામનું ટેન્કર હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) સફળતાપૂર્વક પાર કરીને ભારત પહોંચી ગયું છે. ભારતીય નૌસેનાના સંરક્ષણ હેઠળ આ ટેન્કરે આજે સવારે ગુજરાતના કંડલા પોર્ટ પર લંગર નાખ્યું છે. અત્યાર સુધીમાં કુલ 6 LPG ટેન્કર અને એક ઓઈલ ટેન્કર ભારત આવી ચૂક્યા છે. જેનાથી દેશમાં કોમર્શિયલ સિલિન્ડર અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની ચિંતા દૂર થશે.

1. ‘ઓપરેશન ઉર્જા સુરક્ષા’ હેઠળ નૌસેનાની સુરક્ષા

ભારતીય નૌસેના ઓપરેશન ઉર્જા સુરક્ષા હેઠળ ભારતીય જહાજોને સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરાવી રહી છે. આગામી દિવસોમાં વધુ 3 ક્રૂડ ઓઈલ ટેન્કરો અને ‘પાઈન ગેસ’ (50,000 ટન LPG) ટેન્કર ભારત પહોંચવાની આશા છે. 31 માર્ચ સુધીમાં આ તમામ ટેન્કરો ભારતીય બંદરો પર પહોંચી જશે. ખાસ વાત એ છે કે, ઈરાને પણ ભારતને તેના મિત્ર દેશોની યાદીમાં સામેલ કરીને તેલ-ગેસના સપ્લાયમાં રાહત આપી છે.

2. અત્યાર સુધી ભારત પહોંચેલા ટેન્કરોની યાદી

27 માર્ચ સુધીમાં ભારતના કુલ 5 ગેસ અને 1 ઓઈલ ટેન્કર સુરક્ષિત રીતે ભારત પહોંચ્યા છે:

  • 16 માર્ચ: ‘શિવાલિક’ ટેન્કર મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું.

  • 17 માર્ચ: ‘નંદા દેવી’ ટેન્કર કાંડલા પોર્ટ પર પહોંચ્યું.

  • 18 માર્ચ: ‘જગ લાડકી’ (૮૦,૦૦૦ ટન ક્રૂડ ઓઈલ) મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું.

  • 26 માર્ચ: ‘એપોલો ઓશન’ (૧૭,૬૦૦ મેટ્રિક ટન LPG) ન્યૂ મેંગલોર પોર્ટ પર પહોંચ્યું.

  • 27 માર્ચ: ‘જગ વસંત’ કંડલા પહોંચ્યું અને ‘પાઈન ગેસ’ રસ્તામાં છે.

3. હજુ 22 જહાજો હોર્મુઝમાં ફસાયેલા

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં હજુ પણ ૨૨ ભારતીય જહાજો ફસાયેલા છે. જેમાં 1 LNG ટેન્કર, 1 કેમિકલ ટેન્કર, કન્ટેનર જહાજો અને ક્રૂડ ઓઈલના ટેન્કરોનો સમાવેશ થાય છે. 28 ફેબ્રુઆરીથી ચાલી રહેલા આ યુદ્ધ વચ્ચે ભારત સરકાર સતત ઈરાન સાથે સંપર્કમાં છે. જેથી બાકીના જહાજોને પણ સુરક્ષિત રીતે ભારત લાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE