સામાન્ય જનતાને મોટી રાહત! પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ₹૧૩થી ઘટાડી ₹૩ કરી, ડીઝલ પર કરી દેવાઈ ‘શૂન્ય’

પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED) માં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ખાનગી તેલ કંપનીઓએ ભાવ વધારવાનું શરૂ કર્યું હતું અને લોકોમાં ગભરાટ (Panic Buying) જોવા મળી રહ્યો હતો.

  • પેટ્રોલ: ટેક્સ ₹13 પ્રતિ લિટરથી ઘટાડીને માત્ર ₹3 પ્રતિ લિટર કરી દેવામાં આવ્યો છે.

  • ડીઝલ: ટેક્સ ₹10 પ્રતિ લિટરથી ઘટાડીને ‘શૂન્ય’ (Zero) કરી દેવામાં આવ્યો છે.

૨. શા માટે લેવો પડ્યો આ નિર્ણય?

  • યુદ્ધની અસર: હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ $114 પ્રતિ બેરલને પાર કરી ગયા હતા.

  • ખાનગી કંપનીઓની મનમાની: નાયરા એનર્જી જેવી ખાનગી કંપનીઓએ પેટ્રોલમાં ₹5અને ડીઝલમાં ₹3નો વધારો ઝીંકી દીધો હતો. જેના કારણે જનતામાં ફાળ પડી હતી.

  • મોંઘવારી પર લગામ: સરકાર ઈચ્છે છે કે, ઈંધણના ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું ન થાય અને સામાન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ કાબૂમાં રહે.

૩. શું પેટ્રોલ પંપ પર ભાવ તરત જ ઘટશે?

નિષ્ણાતોના મતે, આ ઘટાડાનો મુખ્ય હેતુ સરકારી તેલ કંપનીઓ (IOCL, BPCL, HPCL) ના નુકસાનને ઓછું કરવાનો છે.

  • રાહત: આ નિર્ણયથી સામાન્ય જનતા પર તોળાઈ રહેલો ભાવ વધારાનો ખતરો હાલ પૂરતો ટળી ગયો છે.

  • સીધો ઘટાડો: પંપ પર ભાવમાં સીધો ઘટાડો તેલ કંપનીઓ આ રાહતનો કેટલો હિસ્સો ગ્રાહકોને આપે છે તેના પર નિર્ભર રહેશે. જોકે, આનાથી કિંમતો સ્થિર રહેવાની પૂરેપૂરી શક્યતા છે.

૪. હવાઈ ઈંધણ (ATF) પર નવો ટેક્સ

એક્સાઈઝ ડ્યુટીમાં ફેરફારની સાથે સરકારે હવાઈ ઈંધણ (ATF) પર પણ નવું ટેક્સ માળખું રજૂ કર્યું છે. હવે ATF પર અસરકારક લેવી આશરે ₹29.5 પ્રતિ લિટર રહેશે.

Leave a Comment

READ MORE

READ MORE