PMJAY Scheme : ખ્યાતિકાંડ બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ સક્રિય, PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ રોકવા AIની મદદ લેવાશે, નેશનલ હેલ્થ એજન્સી જેવું આધુનિક પોર્ટલ બનાવવાની તૈયારી, પોર્ટલમાં AI દાખલ કરાશે જેથી દસ્તાવેજમાં ગોલમાલ થતી અટકાવી શકાય
PMJAY Scheme : અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. વાસ્તવમાં હવે PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ રોકવા AIની મદદ લેવાશે. જેને લઈ હવે નેશનલ હેલ્થ એજન્સી જેવું આધુનિક પોર્ટલ બનાવવાની તૈયારી શરૂ કરાઇ છે. સ્ટેટ હેલ્થ એજન્સીની મેન્યુઅલ કામગીરીને નવો ઓપ આપવામાં આવશે, આ સાથે પોર્ટલમાં AI દાખલ કરાશે જેથી દસ્તાવેજમાં ગોલમાલ થતી અટકાવી શકાય. નોંધનિય છે કે, કેન્દ્રિય સ્તરે નેશનલ હેલ્થ એજન્સીની કામગીરી AI આધારીત છે.
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્યમાં છબી ખરડાતા આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે. આ તરફ હવે ખ્યાતિકાંડ બાદ PMJAY યોજનામાં AIની મદદ લેવાશે. વિગતો મુજબ PMJAY યોજના અંતર્ગત ગેરરીતી રોકવા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. જેથી હવે દિલ્લીમાં નેશનલ હેલ્થ એજન્સીની બધીય કામગીરી જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત છે તેમ હવે સ્ટેટ હેલ્થ એજન્સીની મેન્યુઅલ કામગીરીને નવો ઓપ અપાશે. નેશનલ હેલ્થ એજન્સી જેવું લેટેસ્ટ પોર્ટલ બનાવવા તૈયારી શરૂ કરાઇ છે. પોર્ટલમાં AI હોવાથી ડોક્યુમેન્ટ સહીતની માહીતીમાં ગોલમાલ તરત પકડાશે. આ સાથે ખોટી માહીતી કે ખોટી વિગતો ભરવાથી તરત જ બોગસ કામગીરી પકડાઇ જશે. જેથી કરીને કોઇ ગોલમાલની શક્યતા નહીવત છે.
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં હવે EDની એન્ટ્રી
જાણો શું હતો સમગ્ર મામલો ?
ગરીબ લોકોને મફત સારવારની સેવાને કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતા તબીબોના કૌભાંડનો ખુલાસો થયો છે. ત્યારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોની કરતૂતો સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાંથી રાક્ષસ તબીબો પર ફિટકાર વરસી રહ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબબોએ કડીના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી નાખ્યા બાદ 2 દર્દીના મોત થયા હતા. PM-JAY યોજના કાર્ડ હેઠળ મસમોટી ફાઇલ પાસ કરવા ખોટા ઓપરેશન કરી નાખી રાક્ષસ તબીબો તો ગાયબ થઇ ગયા પરંતુ હોસ્પિટલના ડાયરેક્ટર્સ પણ ગાયબ થઇ ગયા હતા બાદમાં હવે પોલીસે આરોપીઓને દબોચ્યા છે.











