US plane crash: રનવેની જગ્યાએ રોડ પર પ્લેન લેન્ડ થતાં ચાર લોકો ઈજાગ્રસ્ત, VIDEO જોઈને ચોંકી ઉઠશો

US plane crash: અમેરિકામાં એક પ્લેન રોડ પર જ લેન્ડ થઈ ગયું હતું. આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

US plane crash: અમેરિકાના ટેક્સાસ (Texas)માં એક પ્લેન રનવેની જગ્યાએ રોડ પર લેન્ડ થયું હતું. પ્લેનના રસ્તા પર ઉતરતાની સાથે જ બે ટુકડા થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્લેન રસ્તા પર ઉતરતી વખતે અનેક કાર સાથે પણ અથડાયું હતું. આ દુર્ઘટના બાદ પ્લેનનો કાટમાળ રસ્તા પર વિખરાયેલો જોવા મળ્યો હતો. આ ઘટના બુધવારે (11 ડિસેમ્બર 2024) બપોરે સાઉથ ટેક્સાસના વિક્ટોરિયા શહેરના સ્ટેટ હાઈવે પર બની હતી.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા

વિક્ટોરિયા પોલીસ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પોલીસ ચીફ એલિન મોયાએ જણાવ્યું હતું કે, ‘અમને રાહત છે કે, પરિસ્થિતિ વધુ ખરાબ નથી થઈ. આ એવું નથી જે આપણે દરરોજ જોઈએ છીએ. અમને આનંદ છે કે લોકો ઠીક છે.’ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણની હાલત સ્થિર છે, એક વ્યક્તિની હાલત ગંભીર છે.

ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી

એક સ્થાનિક સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ અનુસાર ટ્વીન એન્જિન પાઇપર PA-31 એરક્રાફ્ટ હતું. દુર્ઘટના સમયે પ્લેનમાં માત્ર પાયલટ જ હતો. વિક્ટોરિયા પોલીસ વિભાગ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ તપાસ શરૂ કરી છે. પ્લેન બુધવારે સવારે 9:52 વાગ્યે વિક્ટોરિયા સ્થાનિક એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને દુર્ઘટના પહેલા લગભગ પાંચ કલાક હવામાં ઉડાન ભરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE