સુરતમાં વરસાદથી ટ્રાફિક અસ્તવ્યસ્ત: અનેક માર્ગો જળબંબાકાર, પોલીસનો રૂટ ડાયવર્ઝન

સુરત: ભારે વરસાદ બાદ શહેરના અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. શ્યામ મંદિર, અલ્થાણ રોડ, મહાવીર ભગવાન યુનિવર્સિટી સામે અને DGVCL ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક પોલીસે તાત્કાલિક ડાયવર્ઝન અમલમાં મૂક્યું છે.

શ્યામ મંદિર વિસ્તારનો ટ્રાફિક BRTS રૂટ તરફ વાળવામાં આવ્યો છે, જ્યારે પાણી ભરાયેલા માર્ગો પર બેરિકેટિંગ કરી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

સુરત ટ્રાફિક પોલીસ એલર્ટ મોડમાં રહી અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરી રહી છે. દર બે કલાકે રૂટ અપડેટ જાહેર કરવામાં આવી રહ્યા છે. પોલીસે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને બહાર નીકળતા પહેલાં ટ્રાફિક અપડેટ્સ ચેક કરવાની અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE