કુવાડવા નજીક ટ્રકના ટાયરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: ₹13.15 લાખના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા

રાજકોટ: શહેર પોલીસની PCBએ કુવાડવા નજીક હાઈવે પર કાર્યવાહી કરી ટ્રકના ટાયરમાં છુપાવેલો 1,200 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રક, દારૂ અને મોબાઇલ સહિત કુલ ₹13.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

દરોડા દરમિયાન ટ્રક ચાલક તૌફીક દાઉદ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછના આધારે રાજકોટના બુટલેગરો સાજીદ રાઉમા અને યાસીન બ્લોચને પણ ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે દમણના બે સપ્લાયરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

તપાસમાં સામે આવ્યું છે કે દારૂની હેરાફેરી માટે ટોળકીએ ટ્રકના જૂના ટાયરની અંદર બોટલો છુપાવી તેના પર વ્હીલ પ્લેટ ફિટ કરી લોક મારી દીધો હતો, જેથી સામાન્ય તપાસમાં કોઈ શંકા ન જાય.

PCBએ સમગ્ર જથ્થો કબજે કરી ગુનો નોંધી દારૂની સપ્લાય ચેઇન અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE