વડોદરા: કરજણ પોલીસે નેશનલ હાઇવે-48 પર કાર્યવાહી કરી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. ટ્રકમાંથી ₹15.66 લાખનો વિદેશી દારૂ મળી આવતા ટ્રક સહિત ₹20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસની નાકાબંધી દરમિયાન ટ્રક ચાલક વાહન છોડીને રેલિંગ કૂદી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Post Views: 0











