ફતેપુરા પોલીસ મથકે ઈદ-ઉલ-અઝહા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ફતેપુરા ખાતે આગામી તહેવાર ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ને ધ્યાનમાં રાખી ફતેપુરા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક પી.આઈ. પી. એ. જાડેજાના અધ્યક્ષસ્થાને તથા પી.એસ.આઈ. આર.વી. રાઠોડની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

બેઠક દરમિયાન તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા સમાજના આગેવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે પરસ્પર સૌહાર્દ અને એકતાના સંદેશ સાથે તહેવાર ઉજવવાની ભાવના વ્યક્ત કરી હતી.

રિપોર્ટર: યાસીર ગુડાલા, દાહોદ

Leave a Comment

READ MORE

READ MORE