ગિરનારના 10 હજાર પગથિયાં પર માનવ મહેનતનો પ્રશ્ન: પાલખીમાં યાત્રાળુને લઈ જતા મજૂરોનો વીડિયો વાયરલ

ખભા પર બેસાડી ગિરનાર ચડાવતો વીડિયો ચર્ચામાં; માનવ શ્રમ અને સુરક્ષાને લઈને સોશિયલ મીડિયામાં મતભેદ

જૂનાગઢ: ગિરનાર પર્વત પર યાત્રાળુને પાલખીમાં બેસાડી ચાર મજૂરો દ્વારા ખભા પર લઈને ચડાવવામાં આવતો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઊભા અને પથ્થરાળ માર્ગ પર અંદાજે 10 હજાર પગથિયાં ચડાવતા મજૂરો સંતુલન જાળવવા માટે લાકડીઓનો સહારો લેતા જોવા મળે છે.

વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાક લોકો તેને વર્ષોથી રોજીરોટી કમાતા પાલખી વહન કરતા મજૂરોની મહેનત ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાકનું માનવું છે કે આવી પ્રથા માનવ શ્રમના શોષણ જેવી છે અને તેના પર ગંભીર ચર્ચા થવી જોઈએ.

ગિરનારમાં વૃદ્ધો, દિવ્યાંગો અને ચાલવામાં અસમર્થ યાત્રાળુઓને પાલખી દ્વારા દર્શન કરાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. જોકે વાયરલ થયેલા આ વીડિયાએ ફરી એકવાર માનવ મહેનત, મજૂરોની સુરક્ષા અને આવી સેવાઓની વ્યવસ્થા અંગે ચર્ચા જગાવી છે.

હાલ સમગ્ર મામલે તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE