જોડિયામાં ગૌચર જમીનમાં ગેરકાયદે ખોદકામનો આક્ષેપ, ટી.ડી.ઓ.ને પોલીસ ફરિયાદ કરવાની માંગ

કુંચી ગામની સરકારી ગૌચર જમીનને નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ; જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત

જોડિયા: જોડિયા તાલુકાના કુંચી ગામની સરકારી ગૌચર જમીનમાં ગેરકાયદે ખોદકામ થયાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા અને એડવોકેટ હાજી આમદ બારેયાએ તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ.)ને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે કુંચી ગામના સર્વે નં. 324ની જમીન સરકારી રેકોર્ડમાં ગૌચર તરીકે અનામત છે, છતાં કેટલાક તત્વોએ ગેરકાયદેસર રીતે ખોદકામ કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.

હાજી આમદ બારેયાના જણાવ્યા મુજબ આ મુદ્દો અગાઉ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં હવે ટી.ડી.ઓ. સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

તેમણે સ્થળ તપાસ કરાવી ગેરકાયદે ખોદકામ માટે જવાબદાર લોકોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી તથા પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે.

હવે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોની નજર મંડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE