હવામાન આગાહીથી અંબાલાલ પટેલનો વિરામ: હવે આગાહી માટે સંપર્ક ન કરવા મીડિયાને અપીલ

અમદાવાદ: રાજ્યના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવામાન અંગે જાહેર આગાહી ન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે મીડિયા અને જનતાને અપીલ કરી છે કે હવે હવામાનની આગાહી અથવા તેના સંબંધિત નિવેદન માટે તેમનો સંપર્ક કરવામાં ન આવે.

તાજેતરમાં તેમની આગાહીઓને લઈને થયેલી ચર્ચાઓ અને વિવિધ નિવેદનો બાદ અંબાલાલ પટેલનો આ નિર્ણય સામે આવ્યો છે. ખાસ કરીને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નિવેદન બાદ સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તેઓ હવે હવામાન અંગે જાહેરમાં કોઈ આગાહી કરશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં મીડિયાને વિનંતી કરી છે કે ભવિષ્યમાં આગાહી માટે તેમની પાસે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા અથવા માહિતી માંગવામાં ન આવે.

રાજ્યમાં વર્ષોથી હવામાનની આગાહીઓને કારણે ચર્ચામાં રહેલા અંબાલાલ પટેલના આ નિર્ણય બાદ વિવિધ વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે, તેમણે પોતાના નિર્ણય પાછળનું વિગતવાર કારણ જાહેર કર્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE