વડોદરામાં જેપી રોડ પોલીસ સ્ટેશનનો ઘેરાવ, તાજીયા મામલે તપાસ શરૂ

વડોદરા: શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકોએ ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ પોલીસ પર તાજીયા ખંડિત કર્યાનો આક્ષેપ કરતા જવાબદાર પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હતી.

ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ચર્ચા દરમિયાન થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જોકે સ્થિતિ બાદમાં નિયંત્રણમાં આવી ગઈ હતી.

પ્રદર્શનકારીઓએ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોતાની રજૂઆત કરી હતી. પોલીસે તેમની ફરિયાદ સ્વીકારી આગળની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.

પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ તથ્યોના આધારે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE