દેવભૂમિ દ્વારકામાં મોડી રાત્રે ત્રિપલ અકસ્માત, મોટી જાનહાનિ ટળી

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના દ્વારકા-ભાટિયા હાઇવે પર મોડી રાત્રે બસ, કાર અને ટ્રેક્ટર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બતડીયા ગામના પાટીયા નજીક બન્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર બસ, કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કારચાલક ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક પ્રભાવિત રહ્યો હતો.

સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતની નોંધ લઈને વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કર્યો હતો તેમજ અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE