ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, પાંચથી છ લોકો ઇજાગ્રસ્ત

ખેડા: જિલ્લાના કપડવંજ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટથી સમગ્ર પંથકમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. ધડાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ અને ધ્રુજારી આશરે 10 કિલોમીટર દૂર સુધી અનુભવાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું.

પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં પાંચથી છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના ગામોના લોકો પણ ધડાકાનો અવાજ સાંભળીને સ્થળ તરફ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટીમોએ તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવવા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

ઘટનાને લઈને ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ફેક્ટરીના લાઇસન્સ, સલામતીના નિયમો તથા વિસ્ફોટના ચોક્કસ કારણ અંગે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE