ગાંધીધામમાં હેરોઇન સાથે એક આરોપીની ધરપકડ, રાજસ્થાન કનેક્શન ખુલ્યું

ગાંધીધામ: શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ કાર્યવાહી કરી એક શખ્સને હેરોઇન સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 1.940 ગ્રામ હેરોઇન કબજે કર્યું છે.

પોલીસ તપાસ દરમિયાન આ કેસમાં રાજસ્થાનના વધુ એક વ્યક્તિની સંડોવણી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. તેના આધારે પોલીસ દ્વારા અન્ય આરોપીની શોધખોળ અને સમગ્ર ડ્રગ્સ નેટવર્કની તપાસ શરૂ કરવામાં આવી છે.

કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી પાસેથી હેરોઇન ઉપરાંત મોટરસાયકલ અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હેરોઇનનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE