ઝાલોદ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને સત્તા કબજે કરી છે. ભાજપે અપક્ષ સભ્યોના મહત્વપૂર્ણ ટેકા સાથે તાલુકા પંચાયતમાં પોતાનો ભગવો લહેરાવ્યો છે.
આ ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ પદ માટે સુરેશભાઈ ખીમાભાઈ કટારા અને ઉપપ્રમુખ પદ માટે તેજલબેન માનસિંહભાઈ ભાભોર ની વરણી કરવામાં આવી હતી. બંને ઉમેદવારો સામે કોઈ પણ પ્રકારનો વિરોધ ન હોવાથી તેઓ સર્વાનુમતે અને બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.
ચૂંટણી પરિણામો બાદ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અપક્ષના સમર્થન સાથે ભાજપે બહુમતી સાબિત કરીને આગામી સમયમાં તાલુકાના વિકાસ કાર્યોને ગતિ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છકો તરફથી અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.
Post Views: 39










