સંસદમાં જનતાનો અવાજ ઉઠાવવા અને કાયદો બનાવવાની પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેનારા જનપ્રતિનિધિઓ માટે મોટા સમાચાર છે. આ વર્ષના પ્રતિષ્ઠિત ‘સંસદ રત્ન પુરસ્કાર 2026’ માટે 12 સાંસદો અને ચાર સંસદીય સમિતિઓની પસંદગી કરવામાં આવી છે. આ જાહેરાત એક ખાનગી સંસ્થા ‘પ્રાઇમ પોઇન્ટ ફાઉન્ડેશન’ દ્વારા કરવામાં આવી છે.
આ વખતે પુરસ્કાર મેળવનારાઓની યાદીમાં દેશના કેટલાય મોટા અને અનુભવી રાજકારણીઓના નામ સામેલ છે.
આ દિગ્ગજ સાંસદોને મળશે સન્માન
પ્રાઇમ પોઇન્ટ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, વ્યક્તિગત શ્રેણીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જે સાંસદોની પસંદગી કરવામાં આવી છે. તેમાં ઉત્તર પ્રદેશથી ભાજપના વરિષ્ઠ નેતા જગદંબિકા પાલ, ઝારખંડથી નિશિકાંત દુબે, રાજસ્થાનથી પી.પી. ચૌધરી અને મહારાષ્ટ્રથી શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદે સામેલ છે.
આ ઉપરાંત સંસદના બજેટ સત્રના અંત સુધી ગૃહમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ વિવિધ શ્રેણીઓમાં પ્રવિણ પટેલ (ઉત્તર પ્રદેશ), વિદ્યુત બરન મહતો (ઝારખંડ), લુમ્બારામ ચૌધરી (રાજસ્થાન), હેમંત વિષ્ણુ સવરા (મહારાષ્ટ્ર), સ્મિતા ઉદય વાઘ (મહારાષ્ટ્ર), નરેશ ગણપત મ્હસ્કે (મહારાષ્ટ્ર), મેધા વિશ્રામ કુલકર્ણી (મહારાષ્ટ્ર) અને ગુજરાતમાંથી નરહરિ અમીનને પણ સન્માનિત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ લિસ્ટમાં સામેલ જગદંબિકા પાલ અને ચરણજીત સિંહ ચન્ની પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જ્યારે નરહરિ અમીન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) રહી ચૂક્યા છે.
ચાર સંસદીય સમિતિઓ પણ પુરસ્કૃત થશે
સાંસદોની સાથે-સાથે સંસદની ચાર અગ્રણી સમિતિઓને પણ તેમની ઉત્કૃષ્ટ અને અસરકારક કામગીરી માટે પસંદ કરવામાં આવી છે.
શા માટે આપવામાં આવે છે આ પુરસ્કાર?
સંસદ રત્ન પુરસ્કારોની શરૂઆત વર્ષ 2010માં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના સૂચન પર થઈ હતી. આ પુરસ્કાર એવા સાંસદોને આપવામાં આવે છે જેઓ સંસદમાં સૌથી વધુ સક્રિય રહે છે. જનહિતના પ્રશ્નો પૂછે છે. ચર્ચાઓમાં ભાગ લે છે અને પ્રાઈવેટ બિલ લાવે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય સાંસદોના સારા કામની પ્રશંસા કરવાનો અને જનતાની વચ્ચે લોકતાંત્રિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે.
Post Views: 0











