અજીબોગરીબ લત: ન્યૂયોર્કની 19 વર્ષની યુવતીને લાગ્યો ડિયોડ્રન્ટ ખાવાનો ચસકો, મહિને ચાવી જાય છે કેટલાય ડબ્બા!

ન્યૂયોર્કથી સામે આવેલી એક હેરાન કરી દેનારી ઘટનામાં19 વર્ષની યુવતી નિકોલની અજીબોગરીબ આદતે ડૉક્ટરોથી લઈને સોશિયલ મીડિયા યુઝર્સ સુધીના તમામ લોકોને ચોંકાવી દીધા છે. નિકોલે ખુલાસો કર્યો છે કે, તેને ખાવા-પીવાની વસ્તુઓ કરતાં પણ વધુ ડિયોડ્રન્ટ ખાવાની લત લાગી ચૂકી છે. અને તે મહિનામાં કેટલાય ડબ્બા (સ્ટિક) ખાલી કરી નાખે છે.

સવારથી રાત સુધી ડિયોડ્રન્ટની તલપ

ટીએલસી (TLC)ના પ્રખ્યાત શો “My Strange Addiction” માં નિકોલે જણાવ્યું કે, આ આદત તેને બાળપણથી જ છે. અંદાજે 4 વર્ષની ઉંમરે તેણે પહેલીવાર ડિયોડ્રન્ટ ચાખવાનું શરૂ કર્યું હતું. જે ધીમે-ધીમે એક ગંભીર વ્યસનમાં બદલાઈ ગઈ.

નિકોલના જણાવ્યા અનુસાર, દિવસની શરૂઆત હોય કે તણાવનો સમય—તેને વારંવાર ડિયોડ્રન્ટ ખાવાની ઈચ્છા થતી હતી. તે ડિયોડ્રન્ટ સ્ટિક ખોલીને તેમાંથી ટુકડો કાઢીને ખાઈ લેતી હતી. અલગ-અલગ બ્રાન્ડનો “સ્વાદ” પણ તેને અલગ લાગતો હતો. જેમાંથી કેટલીક બ્રાન્ડ તેને ખૂબ જ પસંદ હતી.

સ્પ્રે ડિયોડ્રન્ટ પણ બન્યો આદતનો ભાગ

સમયની સાથે તેની આ લત માત્ર સ્ટિક પૂરતી સીમિત ન રહી, પરંતુ તે ડિયોડ્રન્ટ સ્પ્રેનો ઉપયોગ પણ કરવા લાગી. નિકોલે જણાવ્યું કે સ્પ્રેનો સ્વાદ તેને તરત જ અનુભવાતો હતો. તેથી તે તેને પણ પસંદ કરવા લાગી.

શરીર પર પડી ગંભીર અસર: જોકે, આ આદતની અસર હવે તેના શરીર પર સ્પષ્ટ દેખાવા લાગી છે—પેટનો અસહ્ય દુખાવો, મોં સુકાઈ જવું અને નબળાઈ જેવી ગંભીર સમસ્યાઓ તેને સતત પરેશાન કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE