ફેક ફોટો વાયરલ થતાં ભડકી રુકમિણી વસંત: બિકીની વિડીયોને ગણાવ્યો નકલી, શેર ન કરવા કરી અપીલ, કડક કાર્યવાહીની માંગ.

એઆઈ (AI – આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો ઉપયોગ કરીને રમાયેલી એક ઘૃણાસ્પદ રમતનો મામલો સામે આવ્યો છે. સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી રુકમિણી વસંતે તેના ફેક (નકલી) ફોટો અને વિડીયો વાયરલ કરવા બદલ સાયબર ક્રાઈમ વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયા પર રુકમિણીના બિકીની પહેરેલા કેટલાક ફોટા અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જે અસલી નથી પરંતુ કોઈની ગંદી કરતૂતનો હિસ્સો છે.

અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું છે કે વાયરલ થઈ રહેલી આ તસવીરો તદ્દન નકલી છે. ટેક્નોલોજીનો ખોટી રીતે ઉપયોગ કરનારા તત્વો સામે રુકમિણીએ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સાયબર ક્રાઈમ વિભાગ પર પૂરો ભરોસો

રુકમિણી વસંતે જણાવ્યું કે, તેણે સત્તાવાર રીતે સાયબર ક્રાઈમ વિભાગમાં કેસ દાખલ કરાવી દીધો છે. તેણે કહ્યું, “મને વિભાગ પર પૂરો ભરોસો છે અને આ મામલાની યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવશે.” આ દરમિયાન તેણે પોતાના નિવેદનમાં એ પણ ઉમેર્યું કે, આવા કિસ્સાઓ માત્ર અભિનેત્રીઓને જ અસર નથી કરતા, પરંતુ આખા દેશની છોકરીઓ અને મહિલાઓ પર તેની માઠી અસર પડે છે. આ સાથે જ તેણે AI ના સકારાત્મક (પોઝિટિવ) પાસાઓ વિશે પણ વાત કરી હતી.

અભિનેત્રી રુકમિણી વસંતનું સત્તાવાર નિવેદન:

“અમે ફરિયાદ નોંધાવી દીધી છે. મને પૂરો વિશ્વાસ છે કે અમારો સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ આ મામલાને ગંભીરતાથી લેશે. આ માત્ર અભિનેત્રીઓ સાથે જ નથી થઈ રહ્યું, પરંતુ ઘણી સામાન્ય છોકરીઓ અને મહિલાઓ પણ આનો ભોગ બની રહી છે. જે ખૂબ જ ખોટું છે. મને લાગે છે કે, આવું ન થવું જોઈએ. કદાચ પહેલાં આવું માત્ર અભિનેત્રીઓ સાથે થતું હશે.પરંતુ હવે ઘણી મહિલાઓ આ સમસ્યાનો સામનો કરી રહી છે. લોકોએ આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. જોકે, AI માં ઘણી સકારાત્મક વસ્તુઓ પણ છે.”

કેવા છે વાયરલ થયેલા ફેક વિડીયો?

રુકમિણી વસંતના નામે જે ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તેમાં તેના જેવો જ ચહેરો ધરાવતી એક છોકરીને લીલા રંગની બિકીનીમાં સ્વિમિંગ પૂલમાં ઉતરતી બતાવવામાં આવી છે. આ વિઝ્યુઅલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે જાણે તે કોઈ પ્રોફેશનલ ફોટોશૂટનો ભાગ હોય.

સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ આ વિડીયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. ઘણા ફેન્સને લાગ્યું કે, આ અસલી વિડીયો છે. પરંતુ રુકમિણીએ 23 મેના રોજ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આખી સચ્ચાઈ સામે આણી દીધી છે. અભિનેત્રીએ આ તસવીરોને ફેક ગણાવવાની સાથે તેને પ્રાઈવસી (ગોપનીયતા)નું ઉલ્લંઘન ગણાવ્યું છે.અને લોકોને અપીલ કરી છે કે તેઓ આ ફોટો કે વિડીયો આગળ શેર ન કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE