અમરેલી-લાઠી હાઈવે રક્તરંજીત: લક્ઝરી બસ અને કાર વચ્ચે ભયાનક ટક્કર, ૩ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત

અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. કેરાળા ગામ નજીક અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારનો કુરચો બોલી ગયો હતો.

ડો. રોહિત એચ. દવે દ્વારા જણાવ્યા અનુસાર, આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતકોની ઓળખ અને પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ લાઠી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ત્રણમાંથી બે મૃતકોની ઓળખ થઈ શકી છે:

  • જીતેન્દ્રભાઈ ધનજીભાઈ પાટડિયા

  • બાલુબેન ચતુરભાઈ ગઢીયા

હાલમાં લાઠી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Leave a Comment

READ MORE

READ MORE