અમેરિકાથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એકવાર મોટી ચૂક જોવા મળી છે. હકીકતમાં, શનિવારની સાંજે વ્હાઇટ હાઉસના ચેકપોઇન્ટ પર એક વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અહેવાલો અનુસાર, ઘટના સમયે ડોનાલ્ડ ટ્રમ્પ પણ વ્હાઇટ હાઉસની અંદર જ હાજર હતા. ફાયરિંગની આ ઘટના બાદ વ્હાઇટ હાઉસના સુરક્ષાકર્મીઓએ જવાબી કાર્યવાહી કરતા આરોપી પર ગોળીબાર કર્યો હતો. જેમાં તે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ત્યાંથી પસાર થઈ રહેલા એક સામાન્ય નાગરિક (રાહદારી)ને પણ ગોળી વાગી છે.
વ્હાઇટ હાઉસ ચેકપોઇન્ટ નજીક ફાયરિંગ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વ્હાઇટ હાઉસ સુરક્ષા ચેકપોઇન્ટ નજીક આવીને અધિકારીઓ પર ફાયરિંગ કરનાર વ્યક્તિનું મોત થયું છે. યુએસ સિક્રેટ સર્વિસે શનિવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ અનુસાર આ વ્યક્તિ સાંજે 6 વાગ્યા પછી (ઇસ્ટર્ન ટાઇમ) ચેકપોઇન્ટની નજીક આવ્યો હતો. ત્યારબાદ તેણે “પોતાની બેગમાંથી હથિયાર કાઢ્યું અને તૈનાત અધિકારીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું.” સિક્રેટ સર્વિસના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જવાબી ફાયરિંગ કરીને શંકાસ્પદને ઠાર કર્યો હતો. જેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બાદમાં તેનું મોત નીપજ્યું હતું.
ફાયરિંગ કરનાર આરોપી માર્યો ગયો
આ ઘટનામાં ત્યાંથી પસાર થતી એક વ્યક્તિને પણ ગોળી વાગી છે. જો કે, કાયદા અમલીકરણ એજન્સીના (લો એન્ફોર્સમેન્ટ) એક અધિકારીએ જણાવ્યું કે, એ સ્પષ્ટ નથી થયું કે, તે વ્યક્તિ શંકાસ્પદ વ્યક્તિની શરૂઆતની ગોળીઓનો ભોગ બન્યો છે કે, પછી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા જવાબી ફાયરિંગમાં તેને ગોળી વાગી છે. સિક્રેટ સર્વિસે જણાવ્યું કે, તેમનો કોઈ પણ અધિકારી ઘાયલ થયો નથી અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ – જેઓ તે સમયે વ્હાઇટ હાઉસમાં જ હતા – તેમને કોઈ પણ પ્રકારની “અસર” થઈ નથી. શનિવારે વ્હાઇટ હાઉસમાં કામ કરી રહેલા પત્રકારોએ જણાવ્યું કે, તેમણે ગોળીઓ ચાલવાનો અવાજ સાંભળ્યો હતો અને તેમને પ્રેસ બ્રીફિંગ રૂમની અંદર આશ્રય લેવા માટે કહેવામાં આવ્યું હતું.
નવેમ્બરમાં પણ થયું હતું ફાયરિંગ
મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટે તેના X (ટ્વિટર) એકાઉન્ટ પર જણાવ્યું કે સિક્રેટ સર્વિસ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે અને લોકોને તે વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઘટના એ જ સ્થળની નજીક બની છે. જ્યાં ગયા નવેમ્બરમાં એક બંદૂકધારીએ વેસ્ટ વર્જીનિયા નેશનલ ગાર્ડના બે સભ્યો પર ઓચિંતો હુમલો (એમ્બુશ) કર્યો હતો. તે ઘટનામાં યુએસ આર્મીના સ્પેશિયાલિસ્ટ સારાહ બેકસ્ટ્રોમનું ઈજાના કારણે મોત થયું હતું. જ્યારે એન્ડ્રુ વોલ્ફ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે ઘટનામાં રહેમાનુલ્લાહ લાકનવાલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
.
Post Views: 36











