IPL 2026: સંજય માંજરેકરનું ધોની પર વિવાદાસ્પદ નિવેદન; કહ્યું- ‘હવે માહી રમે કે ન રમે, મને કોઈ ફરક નથી પડતો’

આઈપીએલ 2026માં મહેન્દ્ર સિંહ ધોની ઈજાના કારણે રમતા જોવા મળ્યા નથી. ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની હવે ઋતુરાજ ગાયકવાડ સંભાળી રહ્યા છે. તો બીજી તરફ વિકેટકીપરની ભૂમિકામાં સંજુ સેમસન નજરે પડી રહ્યા છે. આ જ કારણે સીએસકેની ટીમને માત્ર એક ફિનિશર તરીકે જ માહીની ખોટ સાલી રહી છે. આઈપીએલ 2026માં તેમણે એકપણ મેચ રમી નથી. જેને લઈને હવે પૂર્વ ભારતીય ખેલાડી સંજય માંજરેકરે ખૂબ જ ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે.

પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેતા સંજય માંજરેકરને જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની ફેરવેલ મેચ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે ચોંકાવનારો જવાબ આપતા કહ્યું:

“જો તમે મારી પાસેથી એકદમ ટૂંકો અને પ્રામાણિક જવાબ ઈચ્છતા હોવ, તો મને કોઈ ફરક નથી પડતો. મને કોઈ પરવા નથી… તે રમે કે ન રમે, તેનાથી કોઈ ફરક પડતો નથી. હા, CSKએ આ આખી પરિસ્થિતિને ખૂબ જ અલગ રીતે હેન્ડલ કરી છે. હવે આ બાબતમાં મારો રસ પણ ખતમ થઈ ગયો છે. તેમણે ભારત માટે જે કર્યું છે. તેને હું રોજ રાત્રે યાદ કરું છું. તે મારા ફેવરિટ કેપ્ટન છે અને ઓલ-ટાઇમ ગ્રેટ કેપ્ટનોમાંથી એક છે. મહેન્દ્ર સિંહ ધોનીએ જે હાંસલ કર્યું છે તેના માટે હું તેમને ખૂબ પસંદ કરું છું. પરંતુ અત્યારના ધોની પહેલા જેવા નથી રહ્યા.”

CSK મેનેજમેન્ટ પર લગાવ્યો મોટો આરો

સંજય માંજરેકરે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પર પણ મોટો આરો લગાવ્યો છે. તેમનું માનવું છે કે, સીએસકેએ મહેન્દ્ર સિંહ ધોનીના નામનો ખોટો ઉપયોગ કર્યો અથવા તેને યોગ્ય રીતે હેન્ડલ ન કર્યો. આ અંગે વાત કરતા માંજરેકરે કહ્યું:

“CSKએ ધોનીના નામને ખૂબ જ ખરાબ રીતે હેન્ડલ કર્યું. આની અસર આખી ટીમ પર પડી. ધોની પોતાની છેલ્લી મેચ રમે છે કે નહીં, તે તેમના ફેન્સ અને બાકીના લોકો માટે મહત્વનું હોઈ શકે છે. હું તો એ જ ધોનીને યાદ રાખીશ જેને મેં ભારત અને CSK માટે રમતા જોયા હતા. જો આ ટીમને ધોનીએ તેમના પ્રાઇમ ફોર્મ (શ્રેષ્ઠ સમય) દરમિયાન લીડ કરી હોત, તો આજે આ ટીમ પ્લેઓફમાં હોત.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE