માત્ર ફાયદાકારક જ નહીં, નુકસાનકારક પણ છે કેરી ખાવી; જરૂર જાણી લો આ 6 સાઇડ ઇફેક્ટ્સ

ફળોનો રાજા કેરી (King of Fruits) પોતાના સ્વાદ અને મીઠાશ માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સ્વાદિષ્ટ ફળ કેટલીક એવી સાયલન્ટ સાઇડ ઇફેક્ટ્સ (આડઅસરો) સાથે આવે છે. જે શરીર માટે અત્યંત નુકસાનકારક છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો કેરીને યોગ્ય રીતે ખાવામાં ન આવે તો તેનાથી આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે. ચાલો, ઉનાળામાં બજારની રોનક વધારતી કેરીના સાઇડ ઇફેક્ટ્સ વિશે જાણીએ.

1. એલર્જી

કેરી ખાવાથી શરીરમાં એલર્જી થવાનું જોખમ વધી શકે છે. ‘લેટેક્સ એલર્જી’ (Latex allergy) થી પીડાતા લોકોને કેરી નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ સિન્થેટિક મટિરિયલ પ્રત્યે સંવેદનશીલ હોય. વાસ્તવમાં, કેરીમાં જોવા મળતું પ્રોટીન લેટેક્સ જેવું જ હોય છે. જે પહેલાથી જ એલર્જીનો શિકાર બનેલા લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

2. હાઈ બ્લડ શુગર

સ્વાદિષ્ટ અને મીઠી કેરીમાં નેચરલ શુગર (કુદરતી શર્કરા) નું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જેના કારણે તે બ્લડ શુગર લેવલને ઝડપથી વધારી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે, ડાયાબિટીસ અથવા અન્ય લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરના કિસ્સામાં, નેચરલ શુગર પણ શરીરમાં સામાન્ય શુગરની જેમ જ કામ કરે છે. તેથી, આવા લોકોએ કેરીના પ્રમાણ (પોર્શન સાઇઝ) પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

3. ઓછું ફાઈબર (લો ફાઈબર)

કેરીની કેટલીક જાતો એવી પણ હોય છે જેમાં ફાઈબરની માત્રા તેના ગોટલા અને છાલ કરતાં પણ ઓછી જોવા મળે છે. જેને સામાન્ય રીતે લોકો ખાતા નથી. આ પ્રકારની કેરી આપણી પાચનક્રિયાને સપોર્ટ કરતી નથી. તેથી, ડોક્ટર્સ હંમેશા ફાઈબરથી ભરપૂર કેરી ખાવાની સલાહ આપે છે. જે પાચનતંત્ર માટે વધુ સારી માનવામાં આવે છે.

4. વજન વધવું

નિષ્ણાતોનું કહેવું છે કે, ખૂબ વધારે પ્રમાણમાં કેરી ખાવાથી આપણું વજન ઝડપથી વધી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે અન્ય ફળોની સરખામણીમાં કેરીમાં ઓછું ફાઈબર, હાઈ નેચરલ શુગર અને વધુ કેલરી જોવા મળે છે. આ જ કારણ છે કે, તેનું વધુ પડતું સેવન તમારું વજન વધારી શકે છે.

5. પેટને લગતી સમસ્યાઓ

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, કેરીનું અતિશય સેવન જીઆઈ ડિસ્ટ્રેસ (ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસ્ટ્રેસ – પેટની ગરબડ) ને વધારી શકે છે. ખરેખર, તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ IBS એટલે કે ‘ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ’ ને ટ્રિગર કરી શકે છે અને પાચનતંત્રને બગાડી શકે છે.

6. એનાફિલેક્ટિક શૉક (Anaphylactic Shock)

વધારે કેરી ખાવાથી કેટલાક લોકોને એનાફિલેક્ટિક શૉકની સમસ્યા થઈ શકે છે. આ એક પ્રકારની ગંભીર એલર્જીક પ્રતિક્રિયા (એલર્જિક રિએક્શન) છે, જેમાં ઉબકા, ઉલટી અને આંચકો (શૉક) લાગવા જેવા લક્ષણો અનુભવાય છે. જો આ રિએક્શનની સમયસર સારવાર કરવામાં ન આવે તો વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE