જો તમે પાન મસાલા કે ગુટખાના ગ્રાહક છો, તો ટૂંક સમયમાં બજારમાં આ ઉત્પાદનોનું સ્વરૂપ બદલાયેલું જોવા મળશે. કેન્દ્ર સરકાર પાન મસાલા ઉદ્યોગ માટે એક એવો મોટો નિર્ણય લેવા જઈ રહી છે. જે માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ સમગ્ર સપ્લાય ચેઈનને પ્રભાવિત કરશે.
FSSAI નો નવો ડ્રાફ્ટ: “પેકેજિંગ સુધારા નિયમો-2026”
Food Safety and Standards Authority of India (FSSAI) દ્વારા તાજેતરમાં “ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ) સુધારા નિયમો, 2026″ નો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ પાન મસાલા અને ગુટખાના પેકેજિંગમાંથી પ્લાસ્ટિકનો ઉપયોગ જડમૂળથી નાબૂદ કરવાનો છે.
કયા ફેરફારો આવશે? (મુખ્ય મુદ્દાઓ)
નવા નિયમો લાગુ થયા બાદ નીચે મુજબના કડક પ્રતિબંધો જોવા મળી શકે છે:
-
પ્લાસ્ટિક પાઉચ પર પ્રતિબંધ: હાલમાં સૌથી વધુ વેચાતા નાના પ્લાસ્ટિક સેચેટ્સ (પાઉચ) પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે.
-
મટીરિયલ પર પાબંદી: હવેથી પેકેજિંગમાં પ્લાસ્ટિક, પોલીથીન, PVC કે ચમકદાર એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરી શકાશે નહીં.
-
સંપૂર્ણ સપ્લાય ચેઈન પર નજર: આ નિયમ માત્ર વેચાણ પૂરતો જ નહીં, પણ ઉત્પાદન, સંગ્રહ (Storage) અને વિતરણ (Distribution) ના તમામ તબક્કે લાગુ પડશે.
પ્લાસ્ટિકના બદલે કયા વિકલ્પો વપરાશે?
સરકારે કંપનીઓને પર્યાવરણને અનુકૂળ (Eco-friendly) વિકલ્પો અપનાવવાનું સૂચન કર્યું છે:
-
કાગળ અને પેપરબોર્ડ: કાર્ડબોર્ડના નાના બોક્સ કે પેપર પેકેટ્સ.
-
સેલ્યુલોઝ મટીરિયલ: કુદરતી સ્ત્રોતમાંથી બનેલું પેકેજિંગ.
-
કાચ કે મેટલ: કાચની નાની બોટલો અથવા ટીનના ડબ્બા (Tin Cans).
શા માટે આ નિર્ણય જરૂરી છે? ભારતમાં પ્લાસ્ટિક કચરાનો સૌથી મોટો હિસ્સો પાન મસાલાના નાના પાઉચનો છે. આ પાઉચ ગટરો જામ કરે છે. જમીનની ફળદ્રુપતા ઘટાડે છે અને રખડતા પશુઓના પેટમાં જઈ તેમના મૃત્યુનું કારણ બને છે.
ગ્રાહકો અને ઉદ્યોગ પર અસર
-
કિંમતમાં વધારો: પેકેજિંગ મટીરિયલ બદલાવાથી ઉત્પાદન ખર્ચ વધી શકે છે.જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે.
-
પોર્ટેબિલિટી: પ્લાસ્ટિક પાઉચની જેમ ખિસ્સામાં રાખવા માટે આ નવા પેકેજિંગ કદાચ થોડા અસુવિધાજનક હોઈ શકે.
-
ઉદ્યોગ માટે પડકાર: પાન મસાલા કંપનીઓએ તેમની આખી પેકેજિંગ મશીનરી બદલવી પડશે.જે મોટું રોકાણ માંગી લેશે.
30 દિવસનો સમય: જનતા આપી શકે છે પ્રતિભાવ
FSSAI એ આ ડ્રાફ્ટ અંગે આગામી 30 દિવસ માટે લોકો અને ઉદ્યોગ જગતના નિષ્ણાતો પાસેથી સૂચનો અને વાંધા મંગાવ્યા છે. આ પ્રતિસાદોની સમીક્ષા કર્યા બાદ જ અંતિમ કાયદો જાહેર કરવામાં આવશે.ભારત સરકારનું આ પગલું ‘સિંગલ-યૂઝ પ્લાસ્ટિક’ મુક્ત અભિયાનને વેગ આપશે. જો આ નિયમો કડક રીતે અમલી બનશે.તો તે પર્યાવરણ સુરક્ષાની દિશામાં એક માઈલસ્ટોન સાબિત થશે.
Post Views: 44










