સેંકડો પેટ્રોલ પંપો થયા બંધ, લોકો બોટલોમાં તેલ ભરવા મજબૂર; જાણો સરકારે શું કહ્યું

આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં પેટ્રોલ અને ડીઝલ માટે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.ઈરાન યુદ્ધના કારણે તેલનો પુરવઠો બંધ થવાની અફવા ફેલાતાની સાથે જ લોકો પોતાની ગાડીઓની ટાંકીઓ ફૂલ કરાવવા માટે પંપો પર તૂટી પડ્યા હતા. ભારે માંગને કારણે સેંકડો પેટ્રોલ પંપો પર ‘No Stock’ (સ્ટોક નથી) ના બોર્ડ લાગી ગયા છે.

વિજયવાડા, વિશાખાપટ્ટનમ અને ગુંટુર જેવા મોટા શહેરોમાં લોકો માત્ર ગાડીઓમાં જ નહીં, પરંતુ બોટલો અને ડ્રમોમાં પણ તેલ ભરાવતા જોવા મળ્યા હતા. અફવાઓએ લોકોના મનમાં એવો ડર પેદા કર્યો કે 2-3 દિવસનો પુરવઠો ગણતરીના કલાકોમાં જ ખતમ થઈ ગયો.

સરકારની કાર્યવાહી અને અપીલ

રાજ્યમાં બગડતી પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી છે. તેમણે નાગરિક પુરવઠા વિભાગ અને જિલ્લા કલેક્ટરોને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા અને તેલની સંગ્રહખોરી રોકવા નિર્દેશ આપ્યા છે. સીએમએ અધિકારીઓ પાસે આ ‘કૃત્રિમ કટોકટી’ (Artificial Crisis) પર વિગતવાર અહેવાલ પણ માંગ્યો છે.

પેટ્રોલિયમ મંત્રાલય અને રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત પાસે પૂરતો વ્યૂહાત્મક ભંડાર (Strategic Reserves) છે. સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ ગભરાઈને ખરીદી (Panic Buying) ન કરે અને સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા ખોટા સમાચારો પર વિશ્વાસ ન કરે.સપ્લાય ચેઈન સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ટ્રાફિક અને સુરક્ષાની સ્થિતિ

પેટ્રોલ પંપો પર વધતી ભીડને કારણે અનેક મુખ્ય રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે. ભીડને નિયંત્રિત કરવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવી રાખવા માટે ઘણી જગ્યાએ પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી છે. પંપ સંચાલકો અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણના અહેવાલો પણ સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE