AAPને મોટો ઝટકો: રાજ્યસભાના 7 સાંસદોના ભાજપમાં વિલીનીકરણને સભાપતિની મંજૂરી

અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) ને મોટો રાજકીય ફટકો પડ્યો છે.પાર્ટીના સાત સાંસદોના ભારતીય જનતા પાર્ટી (BJP) માં વિલીનીકરણને રાજ્યસભાના સભાપતિએ સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ અંગેનું જાહેરનામું (નોટિફિકેશન) પણ બહાર પાડવામાં આવ્યું છે. જે કેજરીવાલ માટે મોટો આંચકો માનવામાં આવે છે.

રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ કેટલું થયું?

આમ આદમી પાર્ટીના 7 સાંસદો ભાજપમાં જોડાતા હવે રાજ્યસભામાં ભાજપના સાંસદોની કુલ સંખ્યા વધીને 113 થઈ ગઈ છે.જેમાં રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત 5 સભ્યોનો પણ સમાવેશ થાય છે. ભાજપમાં જોડાયેલા સાત સાંસદોના નામ નીચે મુજબ છે:

  1. રાઘવ ચઢ્ઢા

  2. અશોક કુમાર મિત્તલ

  3. હરભજન સિંહ

  4. સંદીપ કુમાર પાઠક

  5. વિક્રમજીત સિંહ સાહની

  6. સ્વાતિ માલીવાલ

  7. રાજેન્દ્ર ગુપ્તા

રાઘવ ચઢ્ઢાએ પાર્ટી છોડવાનું શું કારણ આપ્યું?

પાર્ટી છોડ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “ઘણા લોકો આ નિર્ણય પાછળનું કારણ પૂછી રહ્યા છે.હું મારું કરિયર બનાવવા માટે નહીં પણ કરિયર છોડીને રાજનીતિમાં આવ્યો હતો.પરંતુ હવે આ પાર્ટીમાં કામ કરતા અટકાવવામાં આવે છે.આમ આદમી પાર્ટી હવે એવા લોકોના હાથમાં ફસાઈ ગઈ છે જેઓ માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે.મને અહેસાસ થયો કે હું એક સાચો માણસ છું જે ખોટી પાર્ટીમાં કામ કરી રહ્યો છું.”

રાઘવ ચઢ્ઢાએ વધુમાં ઉમેર્યું કે, “મારી પાસે ત્રણ વિકલ્પો હતા- પહેલો રાજનીતિ છોડી દેવી, બીજો પાર્ટીમાં રહીને સુધારો કરવાનો પ્રયાસ કરવો અને ત્રીજો વિકલ્પ એ હતો કે મારી ઉર્જાનો ઉપયોગ બીજી પાર્ટી સાથે જોડાઈને સકારાત્મક રાજનીતિ માટે કરવો. અમે સાતેય સાંસદોએ સાથે મળીને આ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે.હવે હું જનતાની સમસ્યાઓ વધુ મહેનત સાથે ઉઠાવી શકીશ અને તેના નિરાકરણ પર કામ કરી શકીશ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE