92 વર્ષની વયે આશા ભોંસલેએ દુનિયાને કીધું અલવિદા! જાણો કઈ બીમારીના કારણે થયું નિધન..

મશહૂર ગાયિકા આશા ભોંસલે હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમનું 92 વર્ષની વયે નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગઈકાલે અચાનક તબિયત બગડવાના કારણે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઈમરજન્સી મેડિકલ સર્વિસ યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી અને તમામ ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા.પરંતુ આજે રવિવારના દિવસે ગાયિકાએ અંતિમ શ્વાસ લીધા હતા.

એક્ટિવ લાઈફસ્ટાઈલ છતાં તબિયત લથડી

આ સમાચાર અત્યંત દુઃખદ છે, કારણ કે ભારતના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે 92 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સક્રિય જીવનશૈલી જીવી રહ્યા હતા. શનિવારે અચાનક તેમની તબિયતને લઈને સામે આવેલા સમાચારમાં ચેસ્ટ ઈન્ફેક્શન (છાતીમાં ચેપ) નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.જેનાથી ચાહકોની ચિંતા વધી ગઈ હતી. સૌને આશા હતી કે ગાયિકા સ્વસ્થ થઈને પરત ફરશે. પરંતુ ચાહકોની આ આશા તૂટી ગઈ છે. વધતી ઉંમર સાથે આ પ્રકારના સંક્રમણનું જોખમ વધી જતું હોય છે.તેથી તેના શરૂઆતના લક્ષણોને ઓળખવા ખૂબ જરૂરી છે.

પૌત્રી જનાઈ ભોંસલેએ આપી હતી જાણકારી

શનિવારે જ્યારે આશા ભોંસલેની તબિયત બગડી, ત્યારે તેમની પૌત્રી જનાઈ ભોંસલેએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી હતી. તેણે લખ્યું હતું કે, અતિશય થાક અને છાતીમાં ઈન્ફેક્શનના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તેણે લોકોને પરિવારની પ્રાઈવસી જાળવવા અને પ્રાર્થના કરવા વિનંતી કરી હતી. જોકે, તમામ પ્રયત્નો અને પ્રાર્થનાઓ છતાં આજે રવિવારે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE